રામ નવમી પર કયા શુભ મુહૂર્તમાં કરવી પૂજા, જાણો શું છે વિધિ

PC: amarujala.com

ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથી પર રામ નવમીનો તહેવાર ઉજવવામાં અવે છે. ધાર્મિક પૂજાઓ પણ થાય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ આ દિવસે ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. આ દિવસે ભગવાન શ્રીરામ અને સીતા માતા સાથે મા દુર્ગા અને ભગવાન હનુમાનજીની પૂજા પણ થાય છે. કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન રામની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં યશ અને સન્માનની પ્રાપ્તિ થાય છે. રામ નવમીના દિવસે જ ચૈત્ર નવરાત્રિની સમાપ્તિ થઈ જાય છે. જાણો રામ નવમીની પૂજા વિધિ, મુહૂર્ત, કથા અને આરતી વિશે.

રામ નવમીનું શુભ મુહૂર્ત

રામ નવમી, બુધવારના દિવસે 21 એપ્રિલ, 2021ના રોજ આવે છે.

રામ નવમીનું મધ્યાહન મુહૂર્ત- 11:02 AM-01:38 PM

અવધિ- 2:00 કલાક 36 મિનિટ

રામ નવમીની મધ્યાહન ક્ષણ- 12:20 PM

નવમી તિથી પ્રારંભ- 21 એપ્રિલ, 2021ના રોજ 12:43 AM

નવમી તિથી સમાપ્ત- એપ્રિલ 22, 2021ના રોજ 12:35 AM

રામ નવમીની પૂજા વિધિ

રામ નવમીના દિવસે સવારે જલદી ઉઠી જવું, સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી લો. પૂજા સ્થળ પર સારી એવી સાફ સફાઇ કરી લો. હવે હાથમાં અક્ષત લઈને વ્રત રાખવાનો સંકલ્પ લો. ત્યારબાદ ભગવાન શ્રીરામની પૂજાનો આરંભ કરો. ચંદન, અગરબત્તી અને ગંધ વેગેરેથી ષોડશોપચાર પૂજા કરો. ત્યારબાદ પૂજામાં ગંગાજળ, ફૂલ, 5 પ્રકારના ફળ, મિષ્ઠાન વગેરે પ્રયોગ કરો. ભગવાન શ્રીરામને તુલસીના પાન અને કમળનું ફૂલ જરૂર અર્પણ કરો. પૂજા કર્યા બાદ પોતાની ઇચ્છાનુસાર રામચરિત માનસ, રામાયણ કે રામરક્ષાસ્ત્રોતનો પાઠ કરો. ભગવાનની આરતી સાથે પૂજા સંપન્ન કરો.

રામ નવમીનો ઇતિહાસ

આ પર્વ વર્ષોથી મનાવવામાં આવી રહ્યો છે. આ તહેવાર ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન શ્રીરામના જન્મના રૂપમાં મનાવવામાં અવે છે. મહાકાવ્ય રામાયણ અનુસાર અયોધ્યાના રાજા દશરથની ત્રણ પત્નીઓ હતી, પરંતુ ઘણો સમય વહી ગયા છતા પણ કોઈ પત્નીને સંતાન પ્રાપ્તિ થઈ નહોતી. પુત્ર પ્રાપ્તિ માટે રાજા દશરથને ઋષિ વરિષ્ઠે, પુત્રેષ્ઠી યજ્ઞ કરાવવાનું સૂચન કર્યું. એ પછી રાજા દશરથે શૃંગી ઋષિ પાસે આ યજ્ઞ કરાવ્યો હતો.

યજ્ઞ સમાપ્તિ બાદ મહર્ષિએ દશરથની ત્રણેય પત્નીઓને એક-એક વાડકી ખીર ખાવા આપી હતી. જેના થોડા મહિનાઓ બાદ જ ત્રણેય રાણીઓ ગર્ભવતી થઈ ગઈ હતી. રાજા દશરથની સૌથી મોટી રાણી કૌશલ્યાએ ભગવાન શ્રીરામને જન્મ આપ્યો. તો કૈકેયીએ ભરત અને સુમિત્રાએ જુડવા લક્ષ્મણ અને શત્રુધ્નને જન્મ આપ્યો. ભગવાન શ્રીરામનો જન્મ ધરતી પર રાવણનો નાશ કરવા થયો હતો. એમ પણ કહેવામાં આવે છે કે, રામ નવમીના દિવસે જ સ્વામી તુલસીદાસે રામચરિત માનસની રચના કરી હતી.

આરતી

આરતી કીજે રામચંદ્રજી કી. હરિ-હરિ દુષ્ટદલન સીતાપતિજી કી.

પહેલી આરતી પુષ્પન કી માલા. કાલી નાગ નાથ લાયે ગોપાલા.

બીજી આરતી દેવકી નંદન. ભક્ત ઉબારન કંસ નિકંદન.

ત્રીજી આરતી ત્રિભુવન મોહે. રતન સિંહાસન સીતા રામજી સોહે.

ચોથી આરતી ચહું યુગ પૂજા. દેવ નિરંજન સ્વામી ઔર ન દૂજા.

પાંચમી આરતી રામ કો ભાવે. રામજી કા યશ નામદેવ જી ગાવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp