માત્ર રૂ.9450માં 10થી વધારે ધાર્મિક સ્થળની યાત્રા કરાવે છે IRCTC Tour Package

PC: livemorezone.com

કોરોના વાયરસને કારણે લાગુ કરવામાં આવેલું લોકડાઉન ખતમ થયા બાદ લોકો હવે ફરવા માટેનો પ્લાન બનાવી રહ્યા છે. આમ પણ માર્ચ મહિનાથી વેકેશનનું પ્લાનિંગ કરીને લોકો એડવાન્સ બુકિંગ કરાવતા હોય છે. આ મુદ્દાને ધ્યાને લઈને IRCTCએ એક સરસ Tour Packageનું આયોજન કર્યું છે. જો તમે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા કરવાનો વિચાર કરી રહ્યા છો તો આ પેકેજ બેસ્ટ છે.

IRCTC Tour Packageના આ પેકેજનો સારો એવો ફાયદો મળી રહેશે. પ્રવાસીઓની માગને ધ્યાને લઈને IRCTCએ ભારત દર્શન ટ્રેનની મદદથી નવા ધાર્મિક સ્થળે દર્શન માટેની એક સરસ યોજના તૈયાર કરી છે. જેમાં વૈષ્ણોદેવી, અયોધ્યા, કાશી, મથુરા, શિરડી સહિતના મોટા અને મહત્ત્વના ધાર્મિક સ્થળનો સમાવેશ કરાયો છે. રેલવે વિભાગની ભારત દર્શન યોજના શરૂ થઈ ચૂકી છે. IRCTC તરફથી સંચાલિત આ યોજના અતંર્ગત તિરૂપતિ બાલાજી, પદ્મનાભસ્વામી મંદિર, મદુરાઈ, કન્યાકુમારી, ગંગાસાગર, વૈદ્યનાથ ધામ, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા મહત્ત્વના સ્થળની યાત્રા કરી શકાય છે. આ ઉપરાંત પ્રવાસીઓની માગને ધ્યાને લઈને IRCTCએ આ પેકેજમાં અન્ય ધાર્મિક સ્થળ, પુરાતત્વ તેમજ ઐતિહાસિક સ્થળ ઉમેરવા માટે તૈયારી કરી છે. ટૂંક જ સમયમાં એની જાહેરાત કરવામાં આવશે. IRCTC Tour Packageમાં ભારત દર્શન અંતર્ગત રૂ.9450નું પેકેજ હોય છે. જેમાં પ્રવાસીઓને દરરોજનો આશરે રૂ900નો ખર્ચ કરવો પડે છે. જેમાં ટ્રેનનું ભાડું, સવારનો નાસ્તો, સાંજની ચા,લંચ અને ડીનર, રહેવા તથા લોકલ ટ્રાંસપોર્ટની સુવિધા આપવામાં આવે છે. આ સમગ્ર ટુર પેકેજ આઠ રાત અને નવ દિવસનું હોય છે.

આ ટુર પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ પાંચ ટ્રેનનું સંચાલન થયું છે. IRCTC Tour Packageની જે પણ પ્રવાસીઓ યાત્રા કરવા માગે છે તેઓ IRCTCની ઓફિશિયલ વેબસાઈટ પર વધુ માહિતી માટે સંપર્ક કરી શકે છે. વેબસાઈટ પરથી ટ્રાવેલિંગ મોડને પસંદ કરીને જુદા જુદા પેકેજ અંગે માહિતી મેળવી શકાય છે. જેમાં 5600રૂ.થી પેકેજ શરૂ થઈ રહ્યા છે. જેમાં રોકાણ માટેની વ્યવસ્થાથી લઈને કેટલા દિવસનો કાર્યક્રમ અને ક્યાંથી રવાના થશે એ તમામ વિગત આપવામાં આવી છે. ઓનલાઈન પેકેજ સિલેક્ટ કરીને સમગ્ર ટુર પ્લાન કરી શકાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp