હરિદ્વારના કુંભ મેળામાં જવાનું આયોજન કરી રહ્યો છો તો આ 7 બાબતો જાણીને જજો

PC: amarujala.com

હિંદુ ધર્મમાં કુંભ મેળાનું ઘણું મહત્ત્વ છે. આ દુનિયાનૌ સૌથી મોટો ધાર્મિક કાર્યક્રમ છે. ભારતમાં દર 12 વર્ષે  હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં કુંભ મેળાનું આયોજન થતું હોય છે. જો કે આ વખતે કુંભ મેળાના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે 12 વર્ષને બદલે 11માં વર્ષે કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને સ્થળ હરિદ્રાર નક્કી થયું છે.

મહાકુંભ 2021 માટે હરિદ્વાર તૈયાર છે, પણ આ વખતે  સરકાર અને તંત્ર સામે સૌથી મોટો પડકાર શ્રધ્ધાળુઓને કોરોના મહામારીથી બચાવવાનો છે. અધિકારીઓ સૌથી વધારે એ બાબતે ધ્યાન આપી રહ્યા છે કે લાખોની સંખ્યામાં આવનાર યાત્રીઓ, સાધુ-સંતોને કુંભ મેળામાં ભાગ લીધા પછી કેવી રીતે સુરક્ષિત પાછા મોકલી શકાય.

જો તમે પણ કુંભ મેળામાં સ્નાન કરવા માટેનું આયોજન કરી રહ્યા હો તો તમારે કોરોના પ્રોટોકોલ બાબતે જાણકારી મેળવી લેવી જરૂરી છે. આઇજી સંજય ગુંજ્યાલે કુંભ મેળા માટે મોટો એકશન પ્લાન તૈયાર કર્યો છે જેની પર અમલ પણ શરૂ થઇ ગયો છે. તો આ એકશન પ્લાન વિશે તમારે જાણી લેવું જોઇએ.

જે લોકોમાં કોવિડ-19 મહામારી સાથે જોડાયેલા લક્ષણ નજરે પડશે તો તેમને કુંભ મેળામાં એન્ટ્રી મળશે નહીં. જો કોઇ વ્યકિતમાં કોરોનાના લક્ષણ દેખાશે તો તેને પરત મોકલી દેવાશે અથવા મહામારી માટે બનાવવામાં આવેલા સેન્ટરમાં મોકલી દેવામાં આવશે.

મહાકુંભ સ્નાન માટે  જે શ્રધ્ધાળુઓ એક દિવસ નાઇટ હોલ્ટ માટે આવવાના હોય તેમણે કોરોના ટેસ્ટ કરાવીને આવવું સલાહ ભરેલું છે. તમારે નેગેટીવ રિપોર્ટ સાથે રાખવો પડશે તો જ કુંભ મેળામાં પ્રવેશ મળશે.

કુંભ મેળામાં માસ્ક પહેરવું ફરિજયાત છે. જો તમે માસ્ક પહેર્યા વગર પકડાશો તો મેળા પોલીસ તમારી સામે કાયદાકીય કાર્યવાહી કરી શકશે. સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાની પણ અપીલ કરવામાં આવી છે. જો કે આઇજી સંજય ગુંજ્યાલનું માનવું છે કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવું પ્રેકટીકલી અઘરૂં છે, પણ બધા પોત પોતાની રીતે સલામતી રાખે એવી અમારી અપીલ છે.

હરિદ્રારના કુંભ મેળામાં સ્નાન માટે જતા યાત્રીઓએ ઓનલાઇન પોર્ટલ પર  રજિસ્ટ્રેશન કરાવવું પડશે, જેથી તંત્રને ડેટા પરથી ખબર પડે કે કયા કયા દિવસે વધુ ભીડ રહેવાની છે. કુંભ મેળાનું તંત્ર એ રીતે વ્યવસ્થાને અંજામ આપશે.

10 વર્ષથી નીચેના બાળકો અને વૃધ્ધોને કુંભ મેળામાં નહીં આવવા માટે અપીલ કરવામાં આવી છે.

જે લોકોની તંદુરસ્તી સારી નથી અથવા અસ્વસ્થ હોય અને જેમની ઇમ્યુનિટી સારી ન હોય તેમણે સ્નાન કરતી વખતે ખાસ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

કુંભમાં સ્થાન વખતે ઘાટો પર તમે ઇચ્છા રાખશો તેટલી ડુબકી લગાવી શકશો નહી. દરેક ઘાટો પર સમય સુનિશ્ચિત કરવામાં આવશે. એના માટે એક સ્નાન ત્રણ ડુબકીની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવી છે.

  

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp