ગુજરાતમાં 60% લોકોને કોરોના થયો જ નથી, તેથી હર્ડ ઈમ્યુનિટી નથી બની: શીરો સરવે

PC: who.int

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી રાજ્યમાં ફરીથી કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે. સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા ફરીથી ટેસ્ટીંગનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા શીરો સરવે કરવામાં આવ્યો હતો, પણ હવે સરવેનો રિપોર્ટ વિવાદમાં આવ્યો છે. કારણે કે શીરો સરવે કરવા માટે 60%થી વધુ લોકોના સેમ્પલ લેવા અનિવાર્ય છે. પણ હજુ સુધી અમદાવાદ 60% લોકો કોરોના સંક્રમિત થયા જ નથી અને રાજ્યમાં હર્ડ ઈમ્યુનીટી ન બની હોવાનું અમદાવાદની અસારવા સિવિલના સુપ્રિટેન્ડન્ટ ડૉક્ટર રજનીશ પટેલે નિવેદન આપ્યું છે. અમદાવાદમાં નહીં પણ ગુજરાતમાં જ 60% લોકો કોરોના સંક્રમિત થયા જ નથી તો અમદાવાદ મહાનગરપાલિકા કઈ રીતે શીરો સરવે કર્યો હશે તે બાબતે પણ સવાલ ઉભા રહી રહ્યા છે.

અમદાવાદની અસારવા સિવિલના સુપ્રિટેન્ડન્ટ ડૉક્ટર રજનીશ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હર્ડ ઈમ્યુનીટી એટલે એક ચોક્કસ જૂથ, સંખ્યા અને મોટા ભાગના લોકો સંક્રમિત થયા ત્યારે હર્ડ ઈમ્યુનીટી આવી કહેવાય. હર્ડ એટલે સમુદાય, જૂથ અને પોપ્યુલેશન. ગુજરાત સરકાર જે પગલાં લીધા હતા, જે ગાઈડલાઈન જાહેર કરી અને તહેવારો પર પ્રતિબંધ મૂક્યા તેના કારણે અત્યારે આપણી પરિસ્થિતિ સારી છે. હર્ડ ઈમ્યુનીટી માટે કુલ વસ્તીમાંથી 60% વસ્તી સંક્રમિત થઈ હોવી જોઈએ અથવા તો વેક્સીનેટ થયેલું હોવું જોઈએ. તો તમે કહી શકો કે આપણે હર્ડ ઈમ્યુનીટી તરફ જઈ રહ્યા છે. હર્ડ ઈમ્યુનીટી નથી થઇ એ એક સરકારના સકારાત્મક પગલાનું પ્રમાણ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હર્ડ ઈમ્યુનીટી કરીને ચિંતા કરવાની જરૂર નથી. એટલે સરકારે જે ગાઈડલાઈન આપી તેનું આ સારું પરિણામ છે. હર્ડ ઈમ્યુનીટી એટલે ગુજરાતમાં 6 કરોડોની વસ્તી છે તેમાંથી 4 કરોડ લોકો સંક્રમિત થવા જોઈએ તો હર્ડ ઈમ્યુનીટી આવે. પણ સરકારે આ થવા જ નથી દીધું. આ એક ગર્વની વાત છે. ગુજરાત સરકારે આટલું સરસ કામ કરીને અને લોકોએ પણ સરકારને સહયોગને આપીને કોરોનાના સંક્રમણને એક ડબ્બામાં પેક કરીને રાખ્યું છે. પબ્લીકે ધ્યાન રાખવાનું રહેશે કે, આ ડબ્બો ખુલે નહીં.

ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ એન્ડ એજ્યુકેશન દ્વારા પૂણેમાં શીરો સરવે હાથ ધરવામાં આવ્યો હતો. આ સરવે પાંચ વિસ્તારમાં કરવામાં આવ્યો હતો. આ સરવે 20 જૂલાઈથી 5 ઓગસ્ટ વચ્ચે કરવામાં આવ્યો હતો. તેમાંથી જાણવા મળ્યું હતું કે, મુંબઈના સ્લમ વિસ્તારોમાં 57% અને નોન સ્લમ વિસ્તારમાં 16% લોકોમાં એન્ટીબોડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp