કોરોનાનો નવો ટ્રેન્ડ વધારી રહ્યો છે ટેન્શન,નવા કેસ ઓછા થયા પરંતુ મૃત્યુ દર વધ્યો

PC: amarujala.com

દેશમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોના પીક જોવા મળ્યો છે, જેમાં તેના પછી રોજના કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે પરંતુ કોરોના મૃત્યુ દરના 1 ટકાથી વધુ રહેવાને લીધે ટેન્શન વધી ગયું છે. ઘણા એક્સપર્ટ્સ પણ આ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ભારતમાં ગયા અઠવાડિયે(3 મેથી 9 મે સુધી)કોરોનાના કારણે 27 હજારથી વધુ લોકોના મોત થયા છે અને આ દરમિયાન 27.4 લાખથી વધુ નવા કેસો આવ્યા છે. જે અત્યાર સુધીના કોઈ પણ અઠવાડિયામાં નોંધાયેલા સૌથી વધુ કેસો છે. દેશમાં આ પહેલા એક અઠવાડિયામાં કોરોનાના આટલા દર્દીઓ અને તેનાથી થતા મોતની સંખ્યા જોવામાં આવી નથી. એક સમાચારપત્રના કહેવા પ્રમાણે આ સમયમાં કોરોના મામલામાં વૃદ્ધિ 5 ટકા પર રહી જે બીજી લહેરની સૌથી ઓછી છે.

છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાની આ બીજી લહેરમાં પહેલી વખત મૃત્યુ દર 1 ટકાની ઉપર ગયેલો જોવા મળ્યો છે. જ્યારે કોરોનાને કારણે રોજ થનારા મોતમાં પણ લગભગ 15 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ પહેલી વખત છે કે જ્યારે એક અઠવાડિયામાં મોતનો આંકડો 25000ની ઉપર ગયો છે. જ્યારે તેની આગળના અઠવાડિયામાં કોરોનાને કારણે થનારા મોતનો આંકડો 23781 હતો. જોકે ગયા અઠવાડિયે કોરોનાના નવા કેસોની સંખ્યા તેની ચરમ સીમાએ પહોંચી હતી અને રોજના ચાર લાખથી વધુ કેસો આવી રહ્યા હતા.

જેના પરથી એવું કહેવામાં આવી શકે છે કે આ દરમિયાન કોરોનાની બીજી લહેર તેના પીક પર હતી. જે હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે. દેશમાં એક અઠવાડિયામાં 2744545 નવા કેસો નોંધાયા હતા. જે તેની આગળના અઠવાડિયાના 26.13 લાખ કેસોથી 5 ટકા વધારે રહ્યા હતા. આ દરમિયાન 15 ટકાની સ્પીડથી કેસો વધી રહ્યા હતા જ્યારે ગયા અઠવાડિયે 16 ટકા અને તેની પહેલાના અઠવાડિયે એટલે કે એપ્રિલના અંતમાં એક અઠવાડિયામાં કોરોનાના કેસોમાં 47 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો.

રવિવારે દેશમાં છેલ્લા 5 દિવસોમાં પહેલી વખત રોજના કોરોનાના કેસો 4 લાખથી ઓછા જોવા મળ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3.66 લાખ જેટલા નવા કેસો નોંધાયા છે. જ્યારે 6 મેના રોજ કોરોનાના કેસોએ દરેક રેકોર્ડને તોડી નાખ્યા હતા અને તે દિવસે દેશમાં 414554 જેટલા કેસો નોંધાયા હતા. જોકે 6 મે પછી દેશમાં રોજના આવતા કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. આ મહામારીમાં થઈ રહેલી મોત અંગે વાત કરીએ તો છેલ્લા બે દિવસમાં 4000 થી વધુ લોકો પોતાની જાન ગુમાવી બેઠા છે. જે રવિવારે ઘટીને 3751 થઈ હતી. મતલબ CFR 1 ટકાની આસપાસ છે.

કુલ પોઝિટિવ દર્દીઓમાં મરનારા દર્દીઓની સંખ્યાની ટકાવારીને CFR કહેવામાં આવે છે. જેમ કે દિવસમાં 100 લોકો કોરોના પોઝિટિવ આવે છે અને તેમાંથી 5 લોકોના મોત થાય છે તો તેનો CFR 5 ટકા થશે. ભારતનો કુલ CFR 1.1 ટકાથી વધુ છે.        

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp