24 કલાકમાં 19 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ નહીં

PC: PIB

ભારતમાં કોવિડના કુલ એક્ટિવ કેસોનું ભારણ આજે 1.68 લાખ (1,68,358) નોંધાયું છે કારણ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 12,286 પોઝિટિવ કેસ ઉમેરાયા છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસોમાંથી એક્ટિવ કેસોનું ભારણ 1.51% છે. નવા નોંધાયેલા 80.33% કેસો 5 રાજ્યોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં સતત દૈનિક ધોરણે સર્વાધિક નવા કેસો નોંધાઇ રહ્યાં છે જ્યાં એક દિવસમાં વધુ 6,397 દર્દીઓ સંક્રમિત થયા છે. તે પછીના ક્રમે, છેલ્લા 24 કલાકમાં કેરળમાં વધુ 1,938 જ્યારે પંજાબમાં વધુ 633 કેસ પોઝિટિવ નોંધાયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસોમાંથી 67.84% કેસ માત્ર બે રાજ્ય એટલે કે મહારાષ્ટ્ર અને કેરળમાં છે.

એક્ટિવ કેસોનું ઘણું વધારે ભારત ધરાવતા તેમજ જ્યાં દૈનિક ધોરણે નવા પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે તેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કેન્દ્ર સરકાર સતત જોડાયેલી છે. રાજ્યોને કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં લાવવા માટે સધન દેખરેખ જાળવી રાખવાની સલાહ આપવામાં આવી છે. અસરકારક પરીક્ષણ, વ્યાપક ટ્રેકિંગ, પોઝિટિવ મળેલા દર્દીઓના ત્વરિત આઇસોલેશન અને તેમના નજીકના સંપર્કમાં હોય તેમને તાત્કાલિક ક્વૉરેન્ટાઇન કરવા જેવી બાબતો પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. આઠ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં વૃદ્ધિનું વલણ જોવા મળી રહ્યું છે.

દેશમાં કુલ એક્ટિવ કેસોમાંથી 84.16% દર્દીઓ પાંચ રાજ્યોમાં છે. ભારતના કુલ એક્ટિવ કેસોમાંથી 46.82% કેસો માત્ર મહારાષ્ટ્રમાં જ છે જ્યારે તે પછીના ક્રમે 28.61% કેસો કેરળમાં છે. છ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાપ્તાહિક પોઝિટિવિટી દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે. રાષ્ટ્રીય સરેરાશ 2.00% છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે સાપ્તાહિક પોઝિટિવિટી 10.02% છે.

આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં કોરોના વિરોધી રસીના કુલ 1,48,54,136 ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 67,04,613 આરોગ્ય સંભાળ કર્મચારી (HCW)ને પ્રથમ ડોઝ, 25,97,799 HCWને બીજો ડોઝ અને 53,44,453 અગ્ર હરોળના કર્મચારી (FLW)ને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે તેમજ, 24,279 લાભાર્થીઓ 45 વર્ષથી વધુ ઉંમરના અને વિશેષ સહ-બીમારી ધરાવતા હોય તેમને પ્રથમ ડોઝ, 60 વર્ષથી વધુ ઉંમરના 1,82,992 લાભાર્થીને રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.

રસીકરણ કવાયતના પ્રથમ 28 દિવસમાં જે લાભાર્થીએ કોરોના વિરોધી રસીનો પહેલો ડોઝ પ્રાપ્ત કર્યો હોય તેમને 13 ફેબ્રુઆરી 2021થી બીજો ડોઝ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમજ, 2 ફેબ્રુઆરી 2021થી FLWનું રસીકરણ પણ શરૂ કરવામાં આવ્યું છે. દેશમાં કોવિડમાંથી રિકવર થયેલા દર્દીઓની કુલ સંખ્યા 1.07 કરોડથી વધારે (1,07,98,921) થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં વધુ 12,464 દર્દીઓ રિકવર થવાથી તેમને રજા આપવામાં આવી છે. ભારતમાં રિકવર થવાનો દર 97.07% છે જે દુનિયામાં સર્વાધિક પૈકી એક છે. 

નવા રિકવર થયેલા 86.55% દર્દીઓ છ રાજ્યોમાંથી હોવાનું નોંધાયું છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં નવા 5,754 દર્દીઓ રિકવર થયા છે જે સમગ્ર દેશમાં એક દિવસમાં સર્વાધિક આંકડો છે. તે પછીના ક્રમે, છેલ્લા 24 કલાકમાં કેરળમાં વધુ 3,475 જ્યારે તમિલનાડુમાં વધુ 482 દર્દીઓ રિકવર થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 91 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

નવા મૃત્યુઆંકમાં 85.71% દર્દીઓ છ રાજ્યોમાંથી હોવાનું નોંધાયું છે. મહારાષ્ટ્રમાં મહત્તમ મૃત્યુઆંક (30) નોંધાયો છે. તે પછીના ક્રમે પંજાબમાં એક દિવસમાં વધુ 18 જ્યારે કેરળમાં વધુ 13 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ઓગણીસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડના-19ના કારણે દર્દીનું મૃત્યુ થયું હોવાનો એકપણ કેસ નોંધાયો નથી. આમાં પશ્ચિમ બંગાળ, ગુજરાત, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ, ઉત્તરાખંડ, બિહાર, લક્ષદ્વીપ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), સિક્કિમ, ત્રિપુરા, મણીપુર, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, આંદામાન અને નિકોબારના ટાપુઓ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી અને અરુણાચલ પ્રદેશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp