કોરોના વેકસીન લીધા પછી આંખોની રોશની ચાલી ગઇ, આંગણવાડી સેવિકાની કલેક્ટરને ફરિયાદ

PC: navbharattimes.indiatimes.com

દેશમાં ત્રીજા ચરણનો રસીકરણ કાર્યક્રમ શરૂ થઇ ગયો છે. મધ્ય પ્રદેશના ટીકમગઢ જિલ્લામાં એક આંગણવાડી સહાયકે કલેકટરને ફરિયાદ કરી છે. કોરોના વેકસીન લગાવ્યા પછી તેની આંખોની રોશની ચાલી ગઇ છે. આંગણવાડી સેવિકાના આરોપ સામે ટીકમગઢના સીએમએચઓ સ્પષ્ટતા કરી છે અને તેણીના આરોપને નકાર્યો છે.

ટીકમગઢ જિલ્લાના મઉ ગામની આંગણવાડી સહાયિકા મમતા નામદેવે મંગળવારે કલેકટરના જન સુનવાઇ કાર્યક્રમમાં પહોંચીને ફરિયાદ કરતા કહ્યું હતું કે 25 જાન્યુઆરી 2021ના દિવસે તેણીએ જતારાના આરોગ્ય કેન્દ્રમાં કોવિડ-19નો પ્રથમ ડોઝ લીધો હતો. એ પછી તેને સતત 10 દિવસથી તાવ આવ્યો હતો અને ધીમે ધીમે આંખોથી  દેખાતું બંધ થવા માંડયું હતું. મમતા નામદેવે કહ્યું હતું કે એક આંખથી તેને બિલકુલ દેખાતું બંધ થઇ ગયું છે. મમતાએ કલેકટરને સારવાર કરાવી આપવાની વિનંતી કરી હતી

.મમતા નામદેવની ફરિયાદને કારણે અધિકારીઓ દોડતા થઇ ગયા હતા અને જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ મંગળવારે રાત્રે 10 વાગ્યે એક પ્રેસ નોટ જારી કરીને મહિલાના આક્ષેપને નકારીને કહ્યું હતું કે આંગણવાડીની મહિલા સેવિકા મમતા નામદેવને પહેલાંથી જ આંખમાં આઇરાઇટિસ નામની બિમારીથી પિડાઇ રહી છે, જેની સારવાર ચાલી રહી છે અને તેને કારણે તેની આંખની રોશની ચાલી ગઇ છે  નહીં કે કોરોનાની રસીને કારણે.મુખ્ય આરોગ્ય અધિકારીએ કહ્યું કે મહિલાની ફરિયાદ પર તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં જે બહાર આવશે તેની જાણકારી જાહેર કરવામાં આવશે.

અધિકારીએ કહ્યું કે ટીકમગઢ જિલ્લામાં 9,000 લોકોને કોરોના વેકસીન લગાવવામાં આવી છે, પરંતું એક પણ કેસમાં કોઇ અસર થઇ હોવાના સમાચાર સામે આવ્યા નથી એવામાં આ મહિલાના આરોપને હું નકારું છું.કોરોના મહામારીને અંકુશમાં લેવા માટે ભારતમાં રસીકરણનો કાર્યક્રમ જાન્યુઆરી મહિનાથી શરૂ થઇ ગયો હતો. પ્રારંભના તબક્કામાં તબીબ, નર્સ સહિતના કોરોના વોરિયર્સને રસી મુકવામાં આવી હતી. હવે માર્ચની પહેલી તારીખથી 45 વર્ષની ઉંમરથી ઉપરના લોકોને રસી મુકવામાં આવી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં 1 કરોડ 45 લાખ 13 લોકોને રસી મુકી દેવામાં આવી છે. જો કે રસીકરણની કોઇ મોટી આડઅસર થઇ હોવાના વધારે કિસ્સાઓ સામે આવ્યા નથી. શારિરક સંચરનાને કારણે કોઇક કોઇકને થોડી મુશ્કેલીઓ આવી હશે. પણ ઓવરઓલ રસીકરણ સફળ રહ્યું છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp