રાકેશ ઝુનઝુનવાલાએ આ શેરોમાં હોલ્ડીંગ ઘટાડી નાંખ્યું

PC: forbes.com

સ્થાનિક શેરબજારના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની કંપની રેયર ઇન્વેસ્ટમેન્ટે એક સ્મોલકેપ કંપનીમાં પોતાનું રોકાણ ઘટાડી નાંખ્યું છે. બીએસઇ તરફથી મળેલા બલ્ક ડીલના આંકડા  મુજબ ઝુનઝુનવાલાની કંપનીએ આયન એકસચેંડના શેરોનું વેચાણ કર્યું છે.રાકેશ ઝુનઝુનવાલાએ આયન એકસચેંજના 1 લાખ 50 બજાર 770 શેરો શેર દીઠ રૂપિયા 1205.19ના ભાવે વેચ્યા છે જયારે તેમની કંપની રેયર ઇન્વેસ્ટમેન્ટે 3 લાખ 87 હજાર 727 શેરો શેર દીઠ રૂપિયા 1205.42ના ભાવ પર વેચ્યા છે.

પ્લૂટસ વેલ્થ મેનેજમેન્ટે આયન એકસચેન્જના 4 લાખ 75 હજાર શેર રૂપિયા 1220.75ના ભાવે વેચ્યા છે. ડિસેમ્બર મહિનામાં પુરા થતા ત્રિમાસિક ગાળાના અંત સુધી રાકેસ ઝુનઝુવાલા પાસે આ ઇન્ડસ્ટ્રીઅલ મશીનરી કંપનીમાં 5.29 ટકા હિસ્સેદારી હતી.અન્ય બલ્ક ડીલ્સની વાત કરીએ, તો રાશિ ગુપ્તાએ જીજી એન્જિયનિયરીંગના 1 લાખ શેર રૂપિયા 108.85ના ભાવે વેચ્યા છે. મોહિત બંગે કોનકોર્ડ ડ્રગ્સના 47 હજાર 381 શેર વેચ્યા જે નાગી રેડ્ડી સેલમે ખરીદયા હતા.

તાજેતરમાં બીટકોઇન અંગે પણ આપ્યું હતું મોટું નિવેદન 

ભારતમાં બિટકોઇનના રોકાણકારોની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. સરકાર રહેલાંથી ક્રિપ્ટો કરન્સી માટે પોતાનું વલણ જાહેર કરી ચુકી છે હવે દેશના દિગ્ગજ ઇન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાએ ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મુકવાની માંગ કરી છે. તો બીજી તરફ બિટકોઇનનના ભાવમાં પણ મોટો ઘટાડો આવ્યો છે.

ઝુનઝુવાલાએ મંગળવારે  ક્રિપ્ટો કરન્સીની ખામીઓ બતાવી હતી.તેમણે નિયામકોને પુરી રીતે ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મુકવાની માંગ કરી છે.એક બિઝનેસ ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ઝુનઝુનવાલાએ કહ્યું હતું કે, મારું માનવું છે કે રેગ્યુલેટર્સે ક્રિપ્ટો કરન્સીમાં હસ્તક્ષેપ કરવો જોઇએ અને તેની પર પ્રતિબંધ મુકી દેવો જોઇએ.તેમણે કહ્યું કે એમાં વધારે સટ્ટાબાજી થાય છે અને હું કયારેય બિટકોઇન ખરીદીશ નહી એમ ઝુનઝુનાવાલાએ કહ્યું હતું.

મંગળવારે બિટકોઇનનો ભાવ 58332 ડોલરની ઉંચી સપાટીએથી 17 ટકા તુટયો હતો. ટેસ્લાના માલિક એલન મસ્ક અને અમેરિકાના નાણા મંત્રી જેનેટ યેસેનના બટાન પછી બિટકોઇનના ભાવ તુતયા હતા. ટેકનિકલી બજારની ભાષામાં જયારે કોઅ પણ એસ્સેટમાં 20 ટકા ભાવ તુટે ત્યારે મંદીનો દૌર હોવાનું માનવામાં આવે છે.

જો કે એક વર્ગ એવો પણ છે જે બિટકોઇનનું સમર્થન કરી રહ્યો છે. જાણીતા પોર્ટફોલિયો ઇન્વેસ્ટર વસંત મહેશ્વરીએ કહ્યું હતું કે આગામી દશકોમાં બિટકોઇન ગોલ્ડની જગ્યા લઇ શકે તેવી પુરી સંભાવના છે. તેમણે છેલ્લાં સપ્તાહમાં ટવિટ કરીને કહ્યું હતું કે ભારતીય માત્ર ટવિટ કરી શકે છે જયારે બીજા લોકો બિટકોઇનની તેજીમાં હિસ્સેદાર બની શકે છે. કેપિટલ માઇન્ડના દિપક શેનોયે કહ્યું હતું કે ક્રિપ્ટો કરન્સી પર નિયમન જરૂરી છે, પણ પ્રતિબંધ મુકવાની વાત યોગ્ય નથી લાગતી. જો કે એક પછી એક ક્રિપ્ટો કરન્સી માટેના સમાચારોને કારણે બિટકોઇનના રોકાણકારો ચિંતામાં મુકાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp