કેસર કેરીમાં હવામાનની અસરથી નવા પાંદડા આવી જતા ઉત્પાદનને ફટકો

PC: Khabarchhe.com

તાલાલામાં કેસર કેરીની હરાજી શરૂ થઈ છે. પ્રથમ દિવસે 10 કિલો કેરીનો ભાવ રૂપિયા 300થી 750 સુધી રહ્યો હતો. જે ગયા વર્ષ કરતાં કિલોએ 5 રૂપિયા વધું છે. 3 મે 2021ના પહેલા દિવસે તાલાલામાં 56 હજાર બોક્સ આવ્યા હતા.

આ વખતે આંબામાં વહેલા નવા પાંદડા ફૂટવા લાગતા ઉત્પાદનમાં ફટકો પડ્યો છે. વાતાવરણની પ્રતિકૂળ અસરના કારણે કેરીને ખરાબ અસર થઈ છે. નવા પાંદડા આવી જતાં આંબા પરની શાખ કેરી ટપોટપ ખરવા લાગી છે. વળી કેસર કેરીના બગીચા જ્યાં આવેલા છે એ તાલાલા, ખાંભા, વિસાવદર, ધારીના વિસ્તારોમાં કમોસમી વરસાદ થતાં કેરી ખરી પડી છે. જ્યાં છાંટા પડ્યા છે ત્યાં કેરીના પાકને 30થી 40 ટકા સુધી નુકસાન થયું છે.

સૌરાષ્ટ્રમાં 39 હજાર હેક્ટરમાં 35 લાખ આંબા કેસર જાતના છે. 3 વર્ષથી ઉત્પાદન ઘટેલું જોવા મળે છે. આ વર્ષે પણ 50 ટકા સુધી ઓછું ઉત્પાદન રહેશે. કચ્છના 10 હજાર હેક્ટરના આંબામાં ચોમાસા પહેલા કેરી આવશે. દક્ષિણ ગુજરાતમાં 12 હજાર હેક્ટરમાં કેરસ કેરી છે. ગુજરાતમાં કુલ 60 હજાર હેક્ટર કેસર કેરીના બગીચા છે.

4 લાખ ટન કેરી પાકે એવો અંદાજ છે. જેમાં તાલાલામાં 13 હજાર હેક્ટરમાં 17 લાખ આંબા કેસર કેરીના છે.50 દિવસમાં 1 કરોડ કિલો જેવી 7થી 11 લાખ પેટીના 100 કરોડની કેસર તાલાલામાં વેચાશે. ગુજરાતમાં તમામ પ્રકારની કેરીના 1.66 લાખ હેક્ટરમાં બગીચા છે. જેમાં કુલ 12 લાખ ટન કેરી પાકે છે આ વખતે ઓછી પાકશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp