લલિતકલા અકાદમી દ્વારા ફિટ ઈન્ડિયા પર રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન

PC: khabarchhe.com

ગુજરાત સરકારની પ્રેસ રીલિઝમાં જણાવ્યા મુજબ રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે ફિટ ઈન્ડિયા કાર્યક્રમ અંતર્ગત એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 18 થી 25 વર્ષના યુવાનો ભાગ લઈ શકશે.

સ્પર્ધકે A4 સાઈઝના ડ્રોઈંગ પેપર ઉપર ફિટ ઈન્ડિયા વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી તેને માઉન્ટીંગ કરાવીને તથા કૃતિની પાછળ સ્પર્ધકનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈ.ડી. જેવી વિગતો ભરીને તા.30 જાન્યુઆરી-2021 સુધીમાં સંબંધિત જિલ્લામાં આવેલા જિલ્લા યુવા વિકાસ અધિકારીને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ખાતે બપોરે 12 કલાક સુધીમાં મોકલવાની રહેશે તેમ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરીની યાદીમાં જણાવાયું છે. તે ઉપરાંત કૃતિની સાથે સ્પર્ધકે પોતાના ઉંમરના પુરાવા તરીકે (આધારકાર્ડ/ચૂંટણીકાર્ડ/પાનકાર્ડ/ડ્રાઈવીંગ લાઈસન્સ)ની નકલ પણ આપવાની રહેશે.

આ કૃતિઓ પૈકી 10 કૃતિઓ પસંદ કરવામાં આવશે અને તા.11 ફેબ્રુઆરી-2021ના રોજ સંબંધિત જિલ્લાના રમતગમત અધિકારીની કચેરી ખાતે આ પસંદગી પામેલ 10 કલાકારો વચ્ચે રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધા યોજવામાં આવશે. તેમાંથી પ્રથમ વિજેતાને રૂ.10 હજાર, દ્વિતીય વિજેતાને રૂ. 7500/- તથા તૃતીય વિજેતાને રૂ.5 હજાર એમ ત્રણ ઈનામો અને બાકીના અન્ય પ્રત્યેક સાત વિજેતાઓને રૂ. 2500/- મુજબ આશ્વાસન ઈનામો પણ આપવામાં આવશે તેમ લલિતકલા અકાદમીના સચિવે જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp