કોરોનામાં ખેડૂતોના માલનો ભાવ ધૂળ બરાબર થઈ ગયો, કોઈ લેનાર નથી

PC: khabarchhe.com

શહેરોમાં શાકભાજી અને ફળોના ભાવ ખેતર કરતાં 5થી 10 ગણા રહેતાં હોય છે. પણ  કોથમીર, શાક, કાકડી, તડબૂચ, કેરીના ભાવ સાવ નીચે જતાં રહ્યાં છે. 100 રૂપિયે મળતી કિલો કોથમીર અમદાવાદમાં 5 રૂપિયે કિલો વેચવામાં આવી રહી છે.

20 રૂપિયાના કિલોનું તરબૂચ રૂ.4 કિલોના ભાવે મળે છે. કોવિડને કારણે દેશના મોટાભાગના  રાજ્યોમાં તાળાબંધીની ફરી અસર ખેડુતો પર પડી રહી છે. સુગંધી મોંઘા ફૂલો ફેંકી દેવા પડે છે. ખેતરમાંથી તરબૂચ ઉતારે તો છે પણ શહેરમાં તે પહોંચી જાય તો લેનારા કોઈ નથી. 100 રૂપિયે કિલો જે ભાવ હતા તે એક જ દિવસમાં 20થી 50 રૂપિયા થઈ ગયા છે. લીંબુનો ભાવ એક કિલોના રૂપિયા 250 હતા તે હવે 40 રૂપિયે વેચાતા થયા છે. ખેડૂતોને તો તેના 10 ટકા ભાવ માંડ મળે છે.

કોરોના રોગચાળાની બીજી લહેર ખેડૂતો અને લોકોને પાયમાલ કરી રહી છે. કરફ્યું, સ્વૈચ્છિક પણ ફરજિયાત લોકડાઉનના કારણે વેપારીઓ, ફેરીયા, ખેડૂતોને વ્યવસાય અને આજીવિકાને મોટો ફટકો પડ્યો છે. જે વસ્તુ બે ચાર દિવસમાં ખરાબ થઈ જવાની હોય તેના ભાવ ધૂળ બરાબર થઈ ગયા છે.

સતત બીજા વર્ષે પાકનો ખર્ચ કાઢવા સક્ષમ નથી. ખેડુતો ખાતરના ભાવ વાધારા જેવી વિવિધ સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે.ગુજરાતના 248માંથી 95 ટકા માર્કેટીંગ યાર્ડો બંધ કરી દેવાયા છે. ખેડૂત પોતાનો માલ વેચવા જઈ શકતા નથી. તેથી ખેતરમાં જ તેનો માલ ખરાબ થઈ રહ્યો છે. 58 લાખ ખેડૂતોને આવકને મોટો ફટકો પડી ગયો છે. ભારે નુકસાની ભોગવી રહ્યા છે. માલ ખેતરમાં જ ખરાબ થઈ રહ્યો છે.

કોરોનાને કારણે મજૂર મોટી સમસ્યા બની ગઈ છે. મજૂરો ડાંગના આદિવાસી વિસ્તારમાંથી આવે છે. કોરોનાના અને માંદગીને કારણે કોઈ મજૂરી આવતી નથી. ગામડાંઓમાં ખેડૂતોના મોટા પ્રમાણમાં મોત થયા છે. એક હજાર ખેડૂતે 1નું સરેરાશ મોત ગામડામાં થયું છે. જે ગુજરાતની ગંભીર સ્થિતી સૂચવે છે. 

 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp