રાજ્યમાં તમામ આઉટસોર્સિંગ કર્મીઓને વેતન એસ્કો એકાઉન્ટથી સીધા જમા કરાય છે: DyCM

PC: Khabarchhe.com

ગુજરાત સરકારે રીલિઝ કરેલી પ્રેસ રીલિઝ મુજબ DyCM નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યભરમાં આઉટસોર્સિંગથી કામ કરતા તમામ કર્મીઓને તેમનું વેતન તેમના એસ્કો એકાઉન્ટથી સીધુ જમા કરવામાં આવે છે.

આજે વિધાનસભા ખાતે મહિસાગર અને પંચમહાલ જિલ્લામાં આરોગ્ય કેન્દ્રોના મહેકમના પ્રશ્નના પ્રત્યુતરમાં તેમણે ઉમેર્યું કે, વિવિધ સંવર્ગની જગ્યાઓ પ્રમોશન અને નિવૃત્તિના કારણે ખાલી હોય છે. આ માટે વાર્ષિક ભરતી કેલેન્ડર મુજબ ભરતી કરવામાં આવે છે. જયારે તબીબોની જગ્યાઓ માટે વૉક ઈન ઈન્ટરવ્યુ દ્વારા ભરતી કરીને તબીબોને નિમણૂંક આપવામાં આવે છે.

એ જ રીતે સી.એમ. સેતુ યોજના હેઠળ પણ તબીબોની સેવાઓ ગ્રામ્યકક્ષાએ લેવામાં આવતી હોય છે. જેથી નાગરિકોને આરોગ્ય સેવાઓ સત્વરે મળી રહે.

તેમણે ઉમેર્યું કે, મહિસાગર, પંચમહાલ અને સંતરામપુરની જનરલ હોસ્પિટલમાં છેલ્લાં બે વર્ષમાં 34 તબીબોને નિમણૂક આપવામાં આવી છે. ઉપરાંત જે બોન્ડેડ તબીબો હોય અને તે ગ્રામ્ય વિસ્તારની માંગણી કરે તો તેમને અગ્રીમતાના ધોરણે નિમણૂક આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp