અચાનક નહેરમાં ઈંડા વહીને આવવા લાગતા લૂંટવા ઉમટી ભીડ

PC: zeenews.india.com

મફતની વસ્તુ વળી કોઈને ખરાબ લગતી હશે, પછી થોડી મહેનત જ કેમ ન કરવી પડે. કોઈક જગ્યાએ અનાજ, ખાંડ ભરેલો ટ્રક કે તેલનું ટેન્કર પલટી જાય છે તો લોકો ત્યાં લૂંટ મચાવતા હોય છે તેવી ઘટનાઓ બાબતે સાંભળી કે જોઇ ચૂક્યા છીએ. કેટલીક વખતે તો એવી પણ ઘટનાઓ જોવા મળી જ્યાં મરઘીઓથી ભરેલું પોલ્ટ્રીફાર્મનું ટ્રક પલટી ગયું હોય છે ત્યાં મરઘીઓની લૂંટ કરવા લોકો ઉમટી પડ્યા હોય. એવો જ એક નજારો બુધવારે ઉત્તર પ્રદેશના હરદોઇ જિલ્લામાં જોવા મળ્યો. અહીં શારદા નહેરમાં અચાનક હજારોની સંખ્યામાં ઈંડા વહીને આવવા લાગ્યા.

જેને જોઈને લોકોમાં ઉત્સુકતા આવી ગઈ. પછી જોવાનું જ શું હતું એક બાદ એક લોકો ઈંડા કાઢવા માટે નહેરમાં કૂદી પડ્યા. ઉત્તર પ્રદેશના હરદોઇ જિલ્લામાં હરિયાવાં પોલીસ સ્ટેશન આછુંવાપુર ગામની બહારથી નીકળતી શારદા નહેરમાં લોકોને કંઈક સફેદ વસ્તુ વહેતી આવતી દેખાઈ. લોકોએ નજીક જઈને જોયું તો ઈંડા હતા. નહેરમાં હજારોની સંખ્યામાં લોકોને ઈંડા નજરે પડ્યા બાદ ગામના લોકો નહેરમાં એકત્ર થઈ ગયા અને ઈંડા કાઢવા લાગ્યા. આ દરમિયાન તો કેટલાક યુવકો ઈંડા કાઢવા માટે નહેરમાં જ કૂદી પડ્યા અને ઝોળીમાં ભરીને ઈંડા કાઢી લાવ્યા.

જોકે આ ઇંડા ક્યાંથી આવ્યા તેની બાબતે કોઈ જાણકારી નથી. રાનૂ મિશ્રા નામના એક ગ્રામીણે જણાવ્યું કે મરઘીના ઈંડા લગભગ 2 કલાક સુધી નહેરમાં વહીને આવતા રહ્યા. ઈંડા લૂંટવા માટે લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી. ગામના યુવાનો ઈંડા લેવા માટે નહેરમાં કૂદી પડ્યા હતા અને ઝોળી ભરીને ઈંડા લઈ ગયા. જોકે આટલા મોટા પ્રમાણમાં મરઘીના ઇંડા ક્યાંથી આવ્યા એ બાબતે કોઈને ખબર નથી. હાલમાં નહેરમાંથી મરઘીના ઈંડા નીકળવા એ લોકો માટે અત્યારે પણ રહસ્ય બની ગયું છે.

આ પહેલી વખતની ઘટના નથી, જ્યારે શારદા નહેરમાં ઇંડા વહેતા નજરે પડ્યા છે. આ પહેલા મે મહિનામાં લખીમપુર જિલ્લાના પસગંવા પોલીસ સ્ટેશનના જસમઢી વિસ્તારમાં પણ શારદા નહેરમાં લાખોની સંખ્યામાં ઈંડા વહેતા નજરે પડ્યા હતા. આ ઘટનામાં લોકોમાં ડર ફેલાઈ ગયો છે. લોકો તેને કોરોના મહામારી સાથે જોડીને રહ્યા છે, કેમ કે એ દરમિયાન નદીઓમાં ઘણા શવ પણ મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp