યુવાનો પ્રમાણિક અને આત્મનિર્ભર બને તે દિશામાં સરકાર કામ કરી રહી છેઃ કુમાર કાનાણી

PC: khabarchhe.com

CM વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે “પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના” હેઠળ તા.1લી ઓગષ્ટના રોજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ.ના સેનેટ હોલ ખાતે આરોગ્ય રાજ્યમંત્રી કિશોર કાનાણી તથા મેયર હેમાલીબેન બોધાવાલાની ઉપસ્થિતિમાં જ્ઞાન શક્તિ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, દેશના યુવાનો પ્રમાણિક, સ્વાભિમાની અને આત્મનિર્ભર બને તે દિશામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. દેશના ઘડવૈયાઓના સ્વપ્નોને સાકારિત કરવા માટે CM વિજય રૂપાણી અથાગ પ્રયાસો કરી રહ્યા છે. રાજ્યના તમામ પ્રાંતોમાંથી આવીને વસનારા લોકોના કારણે સુરતની લધુ ભારત તરીકે ઓળખ ઉભી થઈ છે ત્યારે બાળકોને તેમની માતૃભાષામાં અભ્યાસ કરી શકે તે માટે મહાનગરપાલિકાએ સાતથી વધુ ભાષાઓમાં શિક્ષણ આપી રહી છે. સુરત મહાનગરપાલિકાએ ધો.10 અને ધો.12ના વર્ગો શરૂ કરીને માધ્યમિક શિક્ષણ આપવાનું બિડું ઝડપ્યું છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે બનાવેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, દેશના યુવાનો સંસ્કારિત, જ્ઞાનવાન બને તેમન નાનીવયથી આત્મવિશ્વાસ કેળવાય તે માટે સરકાર શિક્ષણમાં પરિવર્તન આમૂલ પરિવર્તન લાવી રહી છે.

આ વેળાએ મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સ્કીલ ડેવલપમેન્ટ, રિસર્ચ, ઈનોવેશન અને સ્ટાર્ટઅપ જેવા અનેકક્ષેત્રોને કાર્યાન્વિત કર્યા છે જેથી આજનો યુવાન જ્ઞાનરૂપી શિક્ષણની નવી ઉચાઈઓ સફળતમ રીતે સર કરશે. આ અવસરે CM વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણનું સૌએ નિહાળ્યું હતું.

આ કાર્યક્રમમાં મંત્રી તથા મહાનુભાવોના હસ્તે શોધ યોજના અંતર્ગત પી.એચ.ડી. વિદ્યાર્થીઓને સ્કોલરશીપ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાના વિદ્યાર્થીઓને સહાય તથા નમો ઈ-ટેબલેટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે દક્ષિણ ગુજરાત યુનિ.કુલપતિ કે.એન.ચાવડા, અગ્રણી કિશોર બિંદલ, ઈ.કુલસચિવ જયદિપ ચૌધરી તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp