શું કોરોનાના કાળમાં ચીન ફરી કરી શકે છે કોઈ નફ્ફટાઈ? CDS રાવતે આપ્યો આ જવાબ

PC: theprint.inn

કોરોના વાયરસના સંક્ટકાળમાં દેશનું સૈન્ય જ્યાં કોરોનાની જંગ લડવા માટે મેદાને ઊતર્યું છે. સ્થાનિક તંત્રની મદદ કરી રહ્યું છે. એવામાં બોર્ડર પર પાડોશમાં રહેતા શત્રુ શું કોઈ ઘટનાને અંજામ આપી શકે છે? આ મુદ્દાઓ સહિત દેશની સુરક્ષાને લઈને કેટલીક આશંકાઓ પર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતે સ્પષ્ટતા કરી છે. એક ખાસ વાતચીતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતે કહ્યું હતું કે, દેશની સેનાએ એવી તૈયારીઓ કરી છે કે કોઈ દુશ્મન આપણને નબળા ન સમજી જાય.

અમે સૈન્યને અત્યારે એક રીઝર્વ એરિયામાં રાખ્યું છે. જેથી જો દુશ્મન દેશ તરફથી કોઈ સળીચારો થાય તો અમે એને પસંદ કરેલા સ્થાન પર તરત જ તહેનાત કરી શકીએ. ગત વર્ષે લગભગ આ જ સમયમાં ચીને લદ્દાખમાં એક ઘટનાને અંજામ આપ્યો હતો. અત્યારે જ્યાં ભારત કોરોના સામેની જંગ લડવામાં વ્યસ્ત છે, ચીન આવું ખોટું સાહસ ફરી કરી શકે છે ખરા? આવા શત્રુઓને બિપિન રાવત શું મેસેજ આપવા માગશે? જવાબમાં બિપિન રાવતે કહ્યું કે, આવા પડકારોને ધ્યાને લઈને સેના રિસ્ક એસેસમેન્ટ અને જોખમનું વિશ્લેષણ કરે છે. આ વર્ષે પણ સેનાએ કોરોના કાળમાં આવું જ કર્યું છે. હાલ તો બોર્ડર પર શું થઈ શકે છે? અત્યારે બોર્ડર પર અમારી પહેલા કરતા ઓછી ટુકડીઓ છે. પણ અમે એક રીઝર્વ સૈન્ય ટુકડીને તૈયાર રાખી છે. જેને અમે ગમે ત્યારે અમે પસંદ કરેલા કેટલાક પોઈન્ટ પર તહેનાત કરી શકીએ છીએ. કોરોના કાળમાં અમે લોકોની મદદ કરી શકીએ એ માટે કેટલાક અંશ સુધી અમે જોખમ ઊઠાવવા માટે તૈયાર છીએ. કેટલીક ટુકડીઓને ત્યાંથી પરત બોલાવવામાં આવી છે જેથી કોવિડ સામેની લડાઈમાં અમે દેશની મદદ કરી શકીએ.

જોખમનું વિશ્લેષણ કર્યા બાદ અમે કેટલાક એવા પોઈન્ટ શોધી કાઢ્યા છે જ્યાં અમને એવું લાગે છે કે, સુરક્ષા વ્યવસ્થા કડક હોવી જોઈએ. આપણા બધા જ કમાન્ડર જો તે રીસ્કનું એનાલિસીસ કરવામાં નિષ્ણાંત છે. અમે સૈન્યના એ કમાન્ડોને ખૂબ મહત્ત્વ આપીએ છીએ જેની પાસે રીસ્ક લેવાની યોગ્યતા છે. જોખમ ઊઠાવવાની યોગ્યતા દિમાગમાં હોય છે. જો તમે એવું વિચારી રહ્યા હોવ કે આપણી અંદર રહેલા દરેક વિસ્તારના દરેક ઈંચની સુરક્ષા કરવી છે તો મારી નજરમાં તમે સારા કમાન્ડર નથી. તમારે સમીક્ષા એ કરવાની હોય છે કે, દુશ્મન ક્યાં આપણો ફાયદો ઊઠાવી શકે છે અને આપણે કેવી રીતે એના પરનો ફાયદો ઊઠાવી શકીએ છીએ. આ જ સમીક્ષાના આધારે તમારે કામ કરવાનું હોય છે. આ આધાર પરથી જ તમે એ નક્કી કરી શકો છો કે, ક્યાં પોઈન્ટ પર કેટલી તાકાતની જરૂર પડશે. તમે કોઈ સ્થાન પર પોતાની શક્તિ એટલી ઓછી ન કરી શકો કે જેથી નુકસાન વેઠવાનો વારો આવે. તા.15 અને 16 જૂનના રોજ ચીનના સૈન્યએ લદ્દાખની ગલવાન ઘાટીમાં વિશ્વાઘાત કરી ભારતીય સૈન્ય પર હુમલો કર્યો હતો. જેમાં સૈન્યના એક કર્નલ સહિત 20 જવાન શહીદ થયા હતા. જેનો ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp