સાઉથ આફ્રિકન ટીમ ભારતમાં થનારા T20 વર્લ્ડ કપમાંથી બહાર થઇ શકે, સામે આવ્યું કારણ

PC: dnaindia.com

સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમોના દરેક કેપ્ટનો ઉપર ક્રિકેટ દક્ષિણ આફ્રિકા(CSA)માં ચાલી રહેલા સંકટને જોતા બેન થવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. એટલું જ નહીં આ કેપ્ટનોનું એવું પણ માનવું છે કે સાઉથ આફ્રિકા આ વર્ષના ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઇ શકે છે. જોકે, ICCએ મંગળવારે કહ્યું કે, તેઓ સાઉથ આફ્રિકામાં ક્રિકેટ બોર્ડના સંચાલનથી જોડાયેલા મામલાઓમાં ત્યાં સુધી દખલગીરી કરશે નહીં જ્યાં સુધી બોર્ડ તેના માટે કહશે નહીં.

ICCથી મળી રાહત

સાઉથ આફ્રિકન ક્રિકેટ ટીમોના ત્રણેય કેપ્ટન ડીન એલ્ગર, તેમ્બા બાવુમા અને ડેન વૈન નીકર્કે સંયુક્ત નિવેદન બહાર પાડી ક્રિકેટ સાઉથ આફ્રિકામાં ચાલી રહેલા સંકટને જોતા ICCને સંભવિત નિલંબનને લઇ ચિંતા વ્યક્ત કરી છે. ICCએ કહ્યું કે, બોર્ડ સભ્યોના મુદ્દાઓનું નિરાકરણ કરવા માટે સરકારોની સાથે કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. દરેક સરકારી હસ્તક્ષેપો ખોટા હોતા નથી. આવા મુદ્દામાં ICCના સામેલ થવા માટે સભ્યોથી ઔપચારિક ફરિયાદની જરૂર હોય છે.

એક સૂત્રએ કહ્યું કે, ICC હાલમાં ઉતાવળમાં નથી અને ઈચ્છે છે કે તેઓ પોતાના મુદ્દાનું જાતે જ નિરાકરણ લાવે. અમે એવું નથી કહી રહ્યા કે આ મામલામાં સરકારનો હસ્તક્ષેપ ખોટો છે કે નહીં. અમે પ્રક્રિયાઓનું આ રીતે જ પાલન કરીએ છીએ. જ્યારે સરકાર અમુક શરતો હેઠળ નાણા વગેરે આપે છે તો તેને પણ સરકારી હસ્તક્ષેપ કહેવામાં આવે છે.

આ પહેલા ખેલાડીઓએ કહ્યું હતું કે, જો વર્તમાન ગતિરોધ દૂર કરવામાં આવ્યો નહીં તો બની શકે કે સાઉથ આફ્રિકા ICC ટી20 વર્લ્ડમાં ભાગ લઇ શકે નહીં. જેનું આયોજન ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં થવાનું છે. તેમણે કહ્યું કે, આવા સમયમાં જ્યારે અમારે ભવિષ્યને લઇ ઉત્સાહિત થવું જોઇતું હતું, હવે અમે ભવિષ્યને લઇ ચિંતિત છીએ.

કેપ્ટનોએ નિવેદનમાં કહ્યું કે, સાઉથ આફ્રિકાની પુરુષ ટીમે નવેમ્બરમાં ICC ટી20 વર્લ્ડ કપમાં રમવાનું છે. ક્રિકેટ બોર્ડની વર્તમાન સ્થિતિ તેનાથી જોડાયેલી અમારી તૈયારીઓને પ્રભાવિત કરી રહી છે. જો ICC સાઉથ આફ્રિકાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરે છે તો અમારે આ ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડી શકે છે.

CSA(ક્રિકેટ સાઉથ આફ્રિકા)ના સભ્યોની પરિષદ અને અંતરિમ બોર્ડની વચ્ચે ગતિરોધ ચાલુ છે. શનિવારે થયેલી વિશેષ બેઠકમાં વિવાદ દૂર થવાની સંભાવના હતી પણ તેવું થયું નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp