વેક્સીનના ભાવ જાહેર કરાયા, રાજ્ય સરકારને 400 રૂ. અને પ્રાઇવેટ હોસ્પિટલમાં..

PC: youtube.com

ભારત વર્તમાનમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. તેની સાથે સાથે દેશમાં વેક્સીનેશનનું કામ પણ ચાલી રહ્યું છે. દેશના ઘણાં ભાગોમાં વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યો છે. ભારતની બે મોટી વેક્સીન નિર્માતા કંપનીઓ સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકની વેક્સીનો દેશના લોકોને આપવામાં આવી રહી છે. જોકે, તેમાંથી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ વેક્સીનના નવા ભાવો કંપનીએ જાહેર કર્યા છે.

જણાવી દઇએ કે, ભારત સરકારે હાલમાં જ વેક્સીનેશનના નવા ચરણની જાહેરાત કરી છે. આ ચરણમાં રાજ્ય સરકાર અને ખાનગી હોસ્પિટલો સીધી રીતે વેક્સીન નિર્માતા કંપની પાસેથી વેક્સીન ખરીદી શકશે. અત્યાર સુધી માત્ર કેન્દ્ર સરકાર જ વેક્સીન ખરીદી રહી હતી અને જુદા જુદા રાજ્યોમાં વહેંચી રહી હતી.

કોવિશીલ્ડ બનાવનારી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ બુધવારે રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલો માટે પોતાના નવા ભાવોની લિસ્ટ બહાર પાડી છે. ખાનગી હોસ્પિટલોને 600 રૂપિયા પ્રતિ ડોઝ અને રાજ્ય સરકારોને 400 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબે વેક્સીન આપવામાં આવશે.

કેન્દ્ર સરકાર અનુસાર, હજુ પણ 50 ટકા વેક્સીન કેન્દ્ર સરકારને મળશે, જ્યારે 50 ટકા વેક્સીન રાજ્ય સરકારો સીધી કંપની પાસેથી લઇ શકશે. સાથે જ પ્રાઈવેટ સેક્ટર પણ આવું કરી શકશે.

તમને જણાવી દઇએ કે અત્યારસુધી ભારત સરકારને સીરમ ઇન્સ્ટિટ્યૂટ 200 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબે વેક્સીન આપી રહી હતી. કેન્દ્ર સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં આ વેક્સીન ફ્રીમાં આપવામાં આવી રહી હતી, જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં 250 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબે આપવામાં આવી રહી હતી. ભારત સરકારે 1 મેથી નવા વેક્સીનેશન તબક્કાની જાહેરાત કરી છે, જેમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

કોવિશીલ્ડ શું છે?

ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સીનને દુનિયાની સૌથી મોટી વેક્સીન નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ભારતમાં બનાવી રહી છે. કંપનીનું કહેવું છે કે તે એક મહિનામાં વેક્સીનના 6 કરોડથી વધુ ડોઝ બનાવી રહી છે. આ વેક્સીનનો વિકાસ ચિંપાઝીમાં શરદી પેદા કરનારા સામાન્ય વાયરસના નબળા સંસ્કરણથી કરવામાં આવ્યો છે. જેને કોરોના વાયરસ જેવું લાગવા માટે બદલવામાં આવ્યો છએ. તેને જ્યારે શરીરમાં વેક્સીનના રૂપમાં લગાવવામાં આવે છે તો તે ઈમ્યૂન સિસ્ટમને એન્ટીબોડી બનાવવા માટે પ્રેરિત કરે છે. માટે જ્યારે કોરોના વાયરસ સંક્રમણ થાય છે તો એન્ટીબોડીને હુમલો કરવા માટે ઉશ્કેરે છે.

4 થી 12 અઠવાડિયાના અંતરે આ વેક્સીનનો બીજો ડોઝ લોકોને આપવમાં આવે છે. આ વેક્સીનને 8 ડિગ્રીના સામાન્ય તાપમાનની જરૂર હોય છે. જેના કારણે સરળતાથી તેનું વિતરણ સંભવ બને છએ. તો બીજી બાજુ ફાઇઝર-બાયોટેક દ્વારા વિકસિત વેક્સીનને શૂન્યથી 70 ડિગ્રીના ઓછા તાપમાને સ્ટોર કરવામાં આવે છે. ભારત જેવા ગરમ દેશમાં આટલા ઓછા તાપમાને વેક્સીનને સ્ટોર કરવી પડકારનજક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp