PM 2 ઓગસ્ટે ડિજિટલ ચૂકવણી ઉકેલ e-RUPIનો પ્રારંભ કરશે, જાણો શું છે ખાસ

PC: PIB

PM નરેન્દ્ર મોદી 2 ઑગસ્ટ 2021ના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી e-RUPIનો પ્રારંભ કરશે જે વ્યક્તિ અને ઉદ્દેશ વિશિષ્ટ ડિજિટલ ચૂકવણી ઉકેલ છે. PMએ હંમેશા ડિજિટલ પહેલોને સમર્થન આપ્યું છે. વર્ષોના સમયગાળામાં, લક્ષિત લોકો સુધી અને કોઇપણ ખામી કે ઉણપ વગર, સરકાર અને લાભાર્થી વચ્ચે મર્યાદિત સ્પર્શ પોઇન્ટ્સ સાથે લાભો પહોંચી શકે તે સુનિશ્ચિત કરવા માટે સંખ્યાબંધ કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રોનિક વાઉચરની વિભાવના સુશાસનની દૂરંદેશીને આગળ લઇ જાય છે.

e-RUPI એ ડિજિટલ ચૂકવણી માટેનું કૅશલેસ અને કોન્ટેક્ટલેસ સાધન છે. તે એક QR કોડ અથવા SMS સ્ટ્રીંગ આધારિત ઇ-વાઉચર હોય છે, જે લાભાર્થીના મોબાઇલ પર મોકલવામાં આવે છે. આ અવરોધરહિત અને એક-વખતની ચૂકવણીના વ્યવસ્થાતંત્રના લાભાર્થીઓ કાર્ડ, ડિજિટલ ચૂકવણીઓની એપ્લિકેશનો અથવા ઇન્ટરનેટ બેન્કિંગના ઍક્સેસ વગર, સેવા પ્રદાતા પાસે તેમનું વાઉચર રીડિમ કરાવી શકશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ નાણાકીય સેવાઓના વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળના સહયોગથી તેમના UPI પ્લેટફોર્મ પર આ તૈયાર કર્યું છે.

e-RUPI કોઇપણ ભૌતિક હસ્તક્ષેપ વગર સેવા પ્રાયોજકોને લાભાર્થીઓ સાથે અને સેવા પ્રદાતાઓ સાથે જોડે છે. તેનાથી નાણાકીય વ્યવહાર પૂરો થયા પછી જ સેવા પ્રદાને ચૂકવણી થાય તેવું પણ સુનિશ્ચિત થઇ શકે છે. તે પ્રિ-પેઇડ પ્રકારનું હોવાથી, સેવા પ્રદાતાને કોઇપણ અન્ય મધ્યસ્થીની સામેલગીરી વગર સમયસર ચૂકવણી થાય તે પણ સુનિશ્ચિત કરે છે.

કોઇપણ પ્રકારની ખામી કે ઉણપ વગર કલ્યાણકારી સેવાઓ પૂરી પાડવાનું સુનિશ્ચિત કરવાની દિશામાં આ પગલું ક્રાંતિકારી પૂરવાર થશે તેવી અપેક્ષા છે. તેનો ઉપયોગ માતા અને બાળ કલ્યાણ યોજનાઓ હેઠળ દવાઓ અને પોષણ સહાય પૂરી પાડવાની યોજનાઓ, TB નાબુદી કાર્યક્રમો, આયુષમાન ભારત જેવી યોજનાઓ હેઠળ દવા અને નિદાન, PMજન આરોગ્ય યોજના, ખાતર સબસિડી વગેરે સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે પણ થઇ શકે છે. ખાનગી ક્ષેત્રો પણ તેમના કર્મચારી કલ્યાણ અને કોર્પોરેટ સામાજિક જવાબદારી કાર્યક્રમોના ભાગરૂપે આ ડિજિટલ વાઉચરનો લાભ ઉઠાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp