પાણી માટે 19 વર્ષની બબીતાની પ્રેરણાથી 1000 મહિલાઓએ 107 મીટર ઊંચો પર્વત કાપ્યો

PC: dnaindia.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી મહિનાના છેલ્લા રવિવારે દેશવાસીઓ સાથે મન કી બાત કાર્યક્રમ દ્વારા વાત કરી હતી. આ દરમિયાન તેમણે જળ સંરક્ષણને લઈને વાત કરી અને મધ્ય પ્રદેશના બુંદેલાખંડની રહેનારી બબીતા રાજપૂતના વખાણ કર્યા હતા. તેના પછી બબીતાએ PM મોદીનો આભાર માન્યો હતો. મધ્યપ્રદેશના છત્તરપુરના ભેલ્દા ગામની મહિલાઓએ જે કામ કર્યું છે તેનાથી ફરી તેમણે સાબિત કરી દીધું છે કે નારીને શક્તિનું રૂપ શા માટે કહેવામાં આવે છે.

આ ગામની મહિલાઓએ પહાડ કાપીને નહેરથી તળાવને જોડી દીધી હતી. તેમાં તેમની પ્રેરણા બની હતી 19 વર્ષની બબીતા રાજપૂત. જેના વખાણ પીએમ મોદીએ ગઈકાલે કર્યા હતા. લગભગ 100થી વધારે મહિલાઓએ પાણીને બચાવવાના કાર્ય માટે પરમાર્થ સમાજસેવી સંસ્થાના સહયોગથી લગભગ 107 મીટર ઊંચા પર્વતને કાપીને એક એવો રસ્તો બનાવ્યો છે, જેનાથી ગામના તળાવમાં સરળતાથી હવે પાણી ભરાવા લાગ્યું છે અને ગામમાં ખુશહાલી જોવા મળી છે.

પહેલા પહાડો દ્વારા વરસાદનું પાણી વહીને નકામું વ્યય થતું હતું અને તેના કારણે 10 વર્ષ પહેલા બુંદેલાખંડ પેકેજ હેઠળ એકરમાં બનેલા તળાવમાં વરસાદનું પાણી પહોંચી રહ્યું ન હતું અને તળાવ ખાલીખમ પડ્યું હતું. તેના પછી બબીતા રાજપૂતે ગામની મહિલાઓને પ્રેરિત કરી હતી અને વન વિભાગની સાથે વાતચીત કરીને 107 મીટરના પહાડને તોડી નાખ્યો હતો. હવે તેના કારણે ગામના તળાવમાં પાણી રહે છે અને સૂકાયેલા કૂવામાં પણ પાણી આવી ગયું છે.

તે સિવાય જે હેન્ડપંપ સૂકાઈ ગયા હતા તેમાં પણ હવે પાણી આવવા લાગ્યું છે. લગભગ 100થી વધુ મહિલાઓએ પોતાનું શ્રમદાન આપીને 18 મહિનામાં આ કામ પતાવીને ગામના લોકોને તેમની ખુશી પાછી આપી છે. વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું હતું કે બબીતા રાજપૂત ગામ બુંદેલખંડમાં રહે છે. તેના ગામની પાસે એક મોટું તળાવ હતું, જે સૂકાઈ ગયું હતું. તેણે ગામની બીજી મહિલાઓને સાથે લઈને તળાવમાં પાણી લાવવા માટે એક નહેર બનાવી દીધી. આ નહેરથી વરસાદનું પાણી ડાયરેક્ટ તળાવમાં આવવા લાગયું અને હવે આ તળાવ પાણીથી ભરેલું રહે છે. અગરૌઠા ગામની બબીતાએ જે કામ કર્યું છે તેનાથી સૈને પ્રેરણા મળે તેમ છે. વડાપ્રધાને કહ્યું હતું કે જળ સંરક્ષણ માત્ર સરકારનું જ નહીં પરંતુ આખા સમાજની જવાબદારી છે અને દેશના નાગરિકે તેનું રક્ષણ કરવાની જવાબદારી સમજવી જોઈએ જેથી આપણે આપણી આગામી પેઢીને સ્વચ્છ અને સુંદર ભવિષ્ય આપી શકીએ.        

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp