ખનીજ ચોરી અંગે ઉદ્યોગ મંત્રી સૌરભ પટેલે આપ્યું નિવેદન

PC: facebook.com/SaurabhPatel.Dalal

ઉદ્યોગ મંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે, ખનીજ ચોરી અટકાવવા સરકાર પગલા લઇ રહી છે. એટલું જ નહિ, ખનીજ ચોરીની દંડનીય રકમ વસૂલ કરવા કાયદાકીય જોગવાઇ પ્રમાણે પગલા લેવામાં આવ્યા છે.

સુરત અને નવસારી જિલ્લામાં ખનીજ ચોરીની દંડનીય રકમની વસૂલાત સંદર્ભે તેમણે જણાવ્યું કે, તા. 31-12-2020ની સ્થિતિએ સુરત જિલ્લામાં રૂા. 6977.85 લાખ તથા નવસારી જિલ્લામાં રૂા. 121.06 લાખ વસૂલ કરવાની બાકી છે. આ દંડનીય વસૂલાત કરવા કાયદાકીય જોગવાઇ મુજબ કારણદર્શક નોટીસ આપી છે. એટલું જ નહિ, દંડકીય વસૂલાતના હુકમ તેમજ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

તેમણે લીઝના ઓક્શન સંદર્ભે જણાવ્યું કે, કોઇ પણ લીઝ ઇ-ઓકશનથી આપવામાં આવે છે. સુરત જિલ્લામાં 6 લીઝ ઇ-ઓકશન તેમજ નવસારીમાં 4 લીઝ ઇ-ઓકશન કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp