વડોદરામાં પિતા હેડ કોન્સ્ટેબલ છે, પુત્ર પરીક્ષા પાસ કરી બન્યો પોલીસ ઇન્સ્પેકટર

PC: DainikBhaskar.com

વડોદરામાં કોન્સ્ટેબલ પિતાના દીકરાને પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષા પાસ કરીને ગર્વ અપાવ્યું છે. દીકરાએ PIની પરીક્ષા પાસ કરતા પિતાની ખૂશીનો કોઈ પાર રહ્યો નથી. વડોદરા શહેર પોલીસમાં રાજેન્દ્રસિંહ સોલંકી હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. રાજેન્દ્રસિંહ સોલંકીના દીકરા મહિપાલસિંહે પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષા પાસ કરી છે.

રાજેન્દ્રસિંહ વડોદરા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે. નાનપણથી જ દીકરો પિતાને પોલીસની નોકરી કરતા જોતો હતો. તેથી દીકરાને પણ પોલીસની નોકરી કરીને લોકસેવામાં જોડાવાનો વિચાર આવ્યો હતો. મહિપાલસિંહ પોલીસ બનવાની તૈયારી વર્ષ 2016થી શરૂ કરી દીધી હતી. તે વડોદરાની MS યુનિવર્સીટીની લાઈબ્રેરીમાં જઈને વાંચન કરતો હતો. લાયબ્રેરીમાં તેની મુલાકાત અમિત વસાવા નામના એક યુવક સાથે થઇ હતી. અમિત વસાવા નામનો યુવક UPSCની તૈયારી કરી રહ્યો હતો. અમિત વસાવા હાલ અમદાવાદ સાયબર ક્રાઈમમાં DCP તરીકે ફરજ બજાવે છે.

મહિપાલસિંહને અમિત વસાવા પરીક્ષા બાબતે ઘણું માર્ગદર્શન આપતા હતા. મહિપાલસિંહ પણ માને છે કે તે અમિત વસાવાના માર્ગદર્શનના કારણે આ મુકામ સુધી પહોંચી શક્યો. પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કર્યા પછી હવે મહિપાલસિંહ 1 ઓગસ્ટથી ગાંધીનગરના ટ્રેનીંગ શરૂ કરશે. ગાંધીનગરમાં 1 વર્ષની ટ્રેનીંગ પછી 1 વર્ષની ફીક્ડ ટ્રેનીંગ કરશે અને ત્યારબાદ કમાન્ડો ટ્રેનીગ મેળવશે. મહિપાલસિંહે વર્ષ 2018માં પરીક્ષા આપી હતી. પણ કોરોનાના કારણે ઓર્ડર આવતા બે વર્ષનો સમય વીતી ગયો.

આ બાબતે મહિપાલસિંહના પિતા રાજેન્દ્રસિંહ જણાવ્યું હતું કે, મારા બે દીકરા છે. તેમાં મહિપાલ મોટો દીકરો છે. મારા આખા કુટુંબમાં મારી સિવાય કોય પણ પોલીસ વિભાગમાં ફરજ બજાવતું નહોતું. હવે મારો દીકરો મહિપાલ પોલીસ ઇન્સ્પેકટર બન્યો છે. હું વડોદરા ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ છું. મહિપાલ નાનપણથી જોતો હતો કે હું કઈ રીતે નોકરી કરું છું અને તે મને કહેતો કે પપ્પા મારે તમારી જેમ પોલીસની નોકરી કરવી છે અને રાજ્યની સેવા કરવી છે. તેને પોલીસની ભરતીમાં સિલેક્ટ થવા માટે ખૂબ જ મહેનત કરી છે. મહિપાલ પોલીસ ખાતામાં આવવા માટે મહેનત કરી રહ્યો હતો. તેવામાં સારવાર દ્વારા ડાયરેક્ટ પોલીસ ઇન્સ્પેકટરની ભરતી બહાર પાડવામાં આવી હતી. તેથી તે પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષા આપવા માટે તૈયારી કરવા લાગ્યો અને તેને મહેનત કરીને પરીક્ષામાં સફળતા મેળવી. આખા મધ્ય ગુજરાતમાંથી મારા એક પુત્રની પસંદગી થઇ છે.

મહિપાલસિંહે જણાવ્યું હતું કે, આજની યુવા પેઢી વિદેશમાં અભ્યાસ કરવાનું અને પછી ત્યાં જ રહેવાનું પસંદ કરે છે. ભારતમાં જન્મેલી વ્યક્તિએ દેશ અને લોકસેવા માટે વિચારવાની જરૂર છે. દેશની યુવા પેઢી દેશમાં મોટી થઇને વિદેશ જવાનું પસંદ કરે તો દેશની સેવા કોણ કરે? ઉલ્લેખનીય છે કે, મહિપાલસિંહ અત્યાર સુધીમાં GST ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતો હતો. પણ તેને 2018માં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેની પાસ કરતા તેને GST ઇન્સ્પેક્ટરની નોકરી પરથી રાજીનામું આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp