અમેરિકામાં ફરી કોરોનાના કેસો વધવા લાગ્યા, તરત લેવાયા આ પગલા

PC: cnbc.com

અમેરિકામાં કોરોના વાયરસે ફરી માથું ઉચકયું છે. કોરોનાનો ડેલ્ટા વેરીઅંટ ઝડપથી લોકોને શિકાર બનાવી રહ્યો છે. એક જ દિવસમાં અમેરિકામાં કોરોનના નવા 60,000 કેસ નોંધાવાને કારણે હાઇ રિસ્ક એરિયામાં વેકસીનના બનેં ડોઝ લેનાર લોકોએ પણ માસ્ક પહેરવાનું ફરિજયાત કરી દેવામાં આવ્યું છે. આ પહેલાં અમેરિકાએ કોરોનાને કેસ ઘટવાને કારણે માસ્ક પહેરવાથી વેકસીન લેનાર લોકોને મૂકિત આપી હતી.

સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના ડાયરેકટર રોશેલ વેલેસ્કીએ પ્રેસ કોન્ફરન્સમાં ફરી માસ્ક લગાવવાના નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે વેકસીન અસરકાર છે એ વાત ચોકકસ છે, પણ કોરોનાના ડેલ્ટા વેરીઅંટને કારણે સક્રમણનું જોખમ વધી ગયું છે.

અમેરિકામાં છેલ્લાં કેટલાંક દિવસોથી કોરોનાના નવા કેસો ઝડપથી વધતા જોવા મળી રહ્યા છે. છેલ્લાં 24 કલાકમાં અમેરિકામાં 61,581 નવા કેસ નોંધાયા છે. આ છેલ્લાં દિવસોમાંના દુનિયાના કોઇ પણ દેશોમાં જોવા મળેલા સંક્રમિત આંકડાઓમાં સૌથી વધારે છે.

 આ પહેલા સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને મે મહિનામાં વેકસીનના બનેં ડોઝ લઇ લેનાર માટે માસ્કની અનિવાર્યતા ખતમ કરવાની જાહેરાત કરી હતી. જો કે તે વખતે CDCએ લોકોને અપીલ કરી હતી કે સાર્વજનિક ટ્રાન્સપોર્ટ અથવા હોસ્પિટલ જતા સમયે લોકો માસ્કનો ઉપયોગ અવશ્ય કરે.

અમેરિકામાં ફરી કોરોનાનું સંક્મણ વધવાને કારણે હોસ્પિટલો ફરી દર્દીથી ઉભરાવા માંડી છે. અમેરિકામં અત્યારે 40 લાખ દર્દીઓ અત્યારે હોસ્પિટલમાં છે. કોરોનાના સૌથી વધારે કેસ ફલોરિડોમાં જોવા મળી રહ્યા છે.

દુનિયામાં અત્યાર સુધીમાં 19.60 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે. જેમાંથી 41.93 લાખ લોકોના મોત થયા છે. તો 17.76 કરોડો લોકોએ કોરોનાને માત પણ આપી છે. દુનિયાભરમાં અત્યારે કોરોનાના એકટીવ કેસ 1.41 કરોડ કેસ છે. જેમાંથી પણ 1.40 કરોડ લોકોમાં કોરોનાના હળવા લક્ષણ છે જયારે 85932ની હાલત ગંભીર છે.

CDCના આંકડા મુજબ દક્ષિણ અમેરિકામાં કોરાનાનું સંક્રમણ વધારે જોવા મળી રહ્યું છે. જો કે, ઉત્તર પૂર્વી જેવા દેશ કે જે ભાગમાં સૌથી વધારે રસીકરણ થયું છે, ત્યાં કમ્યૂનિટી ટ્રાન્સમિશનનો રેટ ઓછો છે. અમેરિકામાં 1 લાખ વસ્તી પર 100થી વધારે સંક્રમણના કેસ આવે તેને હાઇ રિસ્ક પર રાખવામાં આવ્યા છે.

CDCએ કહ્યું હતુ કે જે લોકો વેકસીન લીધા પછી સંક્રમિત થાય છે તો તેમનો વાયરલ લોડ જેમણે વેકસીન નથી લીધી એવા લોકોના સંક્રમિત જેટલો જ હોય છે. એટલે વેકસીનનો બનેં ડોઝ લેનાર પણ અન્ય લોકોને સંક્રમિત કરી શકે છે.

 


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp