રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ 3 સગર્ભા મહિલાઓએ કોરોનાને આપી મ્હાત

PC: khabarchhe.com

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ શ્રેષ્ઠ સારવાર અને આધુનિક મેડિકલ સંસાધનો થકી કોરોનામાંથી સાજા થઇ રહ્યા છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ત્રણ સગર્ભા મહિલાઓને કોરોનાનુ સંક્રમણ લાગતા સરકારી હોસ્પિટલના સ્પેશિયાલીસ્ટ તબીબો અને ગાયનેક તબીબોના સંકલનથી વિશેષ સારવારને લીધે ત્રણેય મહિલાઓએ કોરાનાને મહાત આપી છે.

વાંકાનેરના સોનલબેન ગોપાલભાઈને પ્રસુતિના દિવસો દરમિયાન કોરોનાનુ સંક્રમણ લાગતા તેમની તબિયત સીરીયસ થઇ હતી. એક તબક્કે તેમનુ ઓક્સિજનનુ લેવલ 80 આસપાસ પહોંચી ગયું હતું. તા.26 મી એપ્રિલના રોજ તેમને દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં જ દીકરીનો જન્મ થયો હતો. માતા-પુત્રીની સંભાળ અને દેખરેખ સાથે ગઈકાલે સોનલબેન સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા તેમને રજા આપવામાં આવી હતી. મહિલા અને તેમના પતિએ રાજ્ય સરકાર તેમજ સિવિલ હોસ્પિટલના તબીબોએ રાખેલી સતત દેખરેખ આ અંગે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત સગર્ભા મહિલા વૈશાલીબેન વિશાલભાઈ ઉ.વ.27 અને સુમિતાબેન ઉ.વ.21ને પણ કોરોના ની શ્રેષ્ઠ સારવાર રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મળતા બંનેએ 15 દિવસની સારવાર લઇ આજે કોરોનાને હરાવી સ્વગૃહે પરત ફર્યા હતા. તેઓએ પણ હોસ્પિટલ માં ડોક્ટરો દ્વારા નિયમિત તપાસ, જમવાની વ્યવસ્થા અને પૂરતી સ્વચ્છતા તેમજ નર્સિંગ સ્ટાફ દ્વારા મદદ કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓને કોરોના સંક્રમણ થયા પછી કોમ્પ્લીકેશન જણાયે ખાસ દેખરેખ રાખીને સારવાર કરવામાં આવે છે. કોરોનામાંથી સ્વસ્થ થઇ ગયા પછી પણ જે તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર સાથે સંકલન કરીને મેડીકલ ફોલોઅપ લેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp