50MP પ્રાઇમરી કેમેરા સાથે લોન્ચ થયો Huawei P50 Pro, કિંમત છે અધધધ....

PC: huawei.com

Huawei P50 અને Huawei P50ને ચાઇનીઝ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યા છે. આ બંને ફોન્સમાં કેપ્સૂલ જેવા યુનિક રેર કેમેરા મોડ્યુલ આપવામાં આવ્યા છે. Huawei P50 મોડલને Kirin 9000 અને સ્નેપડ્રેગન 888વાળા બે પ્રોસેસર સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. તેમને અલગ અલગ માર્કેટમાં ઉતારવામાં આવશે. તો બેઝ મોડલ સિંગલ સ્નેપડ્રેગન 888 પ્રોસેસરવાળો છે. બંને જ પ્રોસેસર 5G સપોર્ટવાળા છે છતા 4G કનેક્ટિવિટી ઓફર કરે છે.

Huawei P50 Proની વાત કરીએ તો તેની શરૂઆતી કિંમત CNY 5,988 (ભારતીય ચલણ મુજબ લગભગ 68,800 રૂપિયા) રાખવામાં આવી છે. Huawei P50ની વાત કરીએ તો તેની શરૂઆતી કિંમત CNY 4,488 (લગભગ 51,600 રૂપિયા) રાખવામાં આવી છે. બંને ફોન્સને કોકો ટી ગોલ્ડ, ડોન પાવડર, રિપલિંગ ક્લાઉડ્સ, સ્નોવી વાઇટ અને યોઓ ગોલ્ડ કલર ઑપ્શનમાં રજૂ કરવામાં આવ્યા છે. 

Huawei P50 Pro સ્પેસિફિકેશન્સ: 

આ સ્માર્ટફોન HarmonyOS2 પર ચાલે છે અને તેમાં 300Hz ટચ સેમ્પલિંગ રેટ અને 120Hz રિફ્રેશ રેટ સાથે 6.6 ઇંચ ફૂલ HD+ (1228*2700 પિક્સલ) OLED કર્વ્ડ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં 12GB સુધીની RAM સાથે Hisilicon Kirin 9000 Qualcomm Snapdragon 888વાળા બે પ્રોસેસર ઓપ્શન આપવામાં આવ્યા છે. Huawei P50 Proમા ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેનો પ્રાઇમરી કેમેરો 50MPનો છે. 

સાથે જ તેમાં 40MP મોનોક્રોમ કેમેરા, 13MP વાઈડ એંગલ કેમેરા અને 64MP ટેલિફોટો કેમેરા આપવામાં આવ્યા છે. તે 3.5x ઓપ્ટિકલ ઝૂમ અને 100X ડિજિટલ ઝૂમ સપોર્ટ કરે છે. સેલ્ફી માટે અહીં 13MPનો કેમેરો ફ્રન્ટમાં ઉપસ્થિત છે. Huawei P50 Proની બેટરી 4360mAhની છે અને તેની સાથે 66W વાયર્ડ ચાર્જ અને 50W વાયરલેસ સુપર ફાસ્ટ ચાર્જનું સપોર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ અહીં વાયરલેસ રિવર્સ ચાર્જિંગ પણ સપોર્ટ ઉપસ્થિત છે. આ ફોનમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રીન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. 

Huawei P50ના સ્પેસિફિકેશન્સ:

આ સ્માર્ટફોન HarmonyOS2 પર ચાલે છે અને તેમાં 300Hz ટચ સેમ્પલિંગ રેટ અને 90Hz રિફ્રેશ રેટ સાથે 6.5 ઇંચ ફૂલ HD+ (1224*2700 પિક્સલ) OLED ફ્લેટ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં 8GB RAM સાથે સ્નેપડ્રેગન 888 પ્રોસેસર ઉપસ્થિત છે. ફોટોગ્રાફી માટે તેના રેરમાં 50MP પ્રાઇમરી કેમેરો, 13MP સેકન્ડરી કેમેરો અને 12MP ટેલિફોટો કેમેરા આપવામાં આવ્યા છે 5X ઓપ્ટિકલ ઝૂમ અને 50X ડિજિટલ ઝૂમ સપોર્ટ કરે છે. સેલ્ફી માટે પણ અહીં 13MPનો જ કેમેરા આપવામાં આવ્યો છે. તેની બેટરી 4100 mAhની છે અને 66W વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp