સગીરનો હાથ પકડીને પ્રેમ વ્યક્ત કરવો યૌન શોષણ નથી: POCSO કોર્ટે આરોપીને છોડ્યો

PC: ndtv.com

મુંબઈની એક POCSO કોર્ટે 28 વર્ષીય આરોપીને એમ કહેતા મુક્ત કરી દીધો કે કોઈ સગીરનો હાથ પકડવો અને તેની સામે પ્રેમ વ્યક્ત કરવો યૌન ઉત્પીડન નહીં માની શકાય. વર્ષ 2017મા એક 17 વર્ષીય છોકરીને પ્રપોઝ કર્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે એવા કોઈ પુરાવા નથી જેથી એ સાબિત થઈ શકે કે આરોપીનો ઇરાદો યૌન શોષણ કરવાનો હતો. નિર્ણય સંભળાવતી વખતે કોર્ટે એમ પણ કહ્યું કે એવા કોઈ પુરાવા નથી જેથી એ સંકેત મળતા હોય કે આરોપીએ સતત પીડિતાનો પીછો કર્યો અને તેને સૂમસામ જગ્યાએ રોકી કે પછી સગીર સાથે યૌન માટે અપરાધિક બળનો ઉપયોગ કર્યો.

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ નિર્ણય સંભળાવતી વખતે કહ્યું કે ફરિયાદી પક્ષ આ વાતના પુરાવા લાવવામાં નિષ્ફળ રહ્યું કે આરોપી યૌન ઉત્પીડનનો પ્રયત્ન કર્યો એટલે શંકાનો લાભ આપતા આરોપીને મુક્ત કરવામાં આવે છે. આ કોઈ પહેલી વખતે નથી જ્યારે કોઈ સગીરનો હાથ પકડવાને લઈને કોર્ટે યૌન ગુનાને માનવાથી ઇનકાર કર્યો હોય. આ પહેલા બોમ્બે હાઇકોર્ટે 5 વર્ષીય બાળકી સાથે કથિત રીતે છેડછાડ માટે POCSO એક્ટની કલમ 8 અને 10 હેઠળ એક 50 વર્ષીય પુરુષની સજાને પલટી દીધી હતી.

પીડિતની માતા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધાર પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. દાવો કરવામાં આવ્યો હતો કે આરોપીએ તેની મોટી છોકરીનો હાથ પકડી લીધો હતો. તેની પેન્ટ ખોલી દીધી અને પીડિતાને તેણે તેની સાથે બેડ પર લઈ જવા કહ્યું હતું. જ્યારે એ સમયે તેના માતા-પિતા ઘરથી દૂર હતા. ન્યાયાધીશ પુષ્પા ગનેડીવાલાએ પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું હતું કે સ્કીન ટૂ સીન સંપર્કનો સ્પર્સ POCSO હેઠળ યૌન ઉત્પીડન નહીં માનવામાં આવે.

કોર્ટે નિર્ણય સંભળવતી વખતે કહ્યું હતું કે પેન્ટ ખોલીને એક સગીરનો હાથ પકડવો યૌન શોષણની પરિભાષામાં નથી આવતું. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સીસ એક્ટને POCSO એક્ટ કહેવામાં આવે છે. એ હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સાથે થનારા યૌન શોષણ સાથે જોડાયેલા ગુનાઓની સુનાવણી થાય છે. વર્ષ 2012મા બનેલા આ કાયદા હેઠળ અલગ અલગ ગુના માટે અલગ અલગ સજાનું પ્રવધાન કરવામાં આવ્યું છે. વર્ષ 2018મા સરકારે આ કાયદામાં મોટા બદલાવ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp