જરૂરિયાતમંદ બાળકોના સપના સાકાર કરવામાં મદદરૂપ થવું એ સૌથી મોટી માનવતા: રાજ્યપાલ

PC: khabarchhe.com

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, જરૂરતમંદ બાળકોના સપનાં સાકાર કરવામાં મદદરૂપ થવું એ સૌથી મોટી માનવતા છે. રાજ્યપાલે અમદાવાદ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત યુવા અનસ્ટોપેબલ સંસ્થાના સહયોગથી જરૂરતમંદ તેજસ્વી બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માર્ગદર્શન પૂરું પાડવાના પ્રયાસોને બિરદાવ્યા હતા.

રાજ્યપાલે આ તકે કોરોના વોરિયર્સ એવા પોલીસ કર્મચારીના બાળકોને પણ પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે બાળકોને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે, સુવિધાપૂર્ણ જીવન જીવનારા નહીં પરંતુ જરૂરતમંદ બાળકો જ આગળ જઈને ઇતિહાસનું સર્જન કરી શકે છે. તેમણે બાળકોને જીવનમાં ક્યારેય હીનભાવ નહીં લાવવા અનુરોધ કર્યો હતો. સાચી દિશામાં કરવામાં આવેલો પરિશ્રમ ક્યારેય વ્યર્થ નથી જતો એમ જણાવી રાજ્યપાલે બાળકોને પુરુષાર્થ માટે પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત જરૂરતમંદ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવાના કાર્યની વિગતો રજૂ કરી હતી. જ્યારે ડીસીપી રાજેશ ગઢિયાએ સમગ્ર પ્રોજેક્ટ વિશેની માહિતી રજૂ કરી હતી. યુવા અનસ્ટોપેબલ સંસ્થાના અમિતાભ શાહે સંસ્થા દ્વારા બાળકોના ઉત્કર્ષ માટે કરવામાં આવી રહેલાં કાર્યોની માહિતી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp