વિદેશમાં ઈમેજ મેનેજમેન્ટ માટે કેન્દ્રએ લોકોને મરવા માટે છોડી દીધાઃ મનીષ સિસોદિયા

PC: aajtak.in

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ રવિવારે એક પત્રકાર પરિષદના માધ્યમથી વેક્સીનની અછતને લઈને કેન્દ્ર સરકારના વલણ પર આકરા પ્રહાર કર્યા છે. દેશમાં વેક્સીનની અછત મુદ્દે વાત કરતા મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, આપણા વૈજ્ઞાનિકે દેશ માટે બે-બે વેક્સીન શોધી છે. લોકોને વેક્સીનને લઈને મોટી આશા છે કે, વેક્સીનને કારણે હવે કોરોનાથી મૃત્યુ નહીં થાય. તેમ છતાં આપણે દેશના લોકોના જીવ બચાવી નથી શકતા.

આવું એટલા માટે થયું કારણ કે, જે સમયે દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યો હતો, ઈલાજ સમયસર ન મળતા લોકો મૃત્યુ પામતા હતા એવા સમયે કેન્દ્ર સરકાર વિદેશમાં વેક્સીનનો નિકાસ કરી રહી હતી. આ રીતે નિકાસ કરીને પોતાની ઈમેજ બનાવવામાં લાગી હતી. એક રીપોર્ટનો ઉલ્લેખ કરીને તેમણે ઉમેર્યું હતું કે, બે મહિનામાં કેન્દ્ર સરકારે 93 દેશને 6.5 કરોડ વેક્સીનની નિકાસ કરી દીધી છે. જે તમામ વેક્સીનથી ભારતવાસીઓના જીવ બચી શકે એમ હતા. દેશમાં બનેલી વેક્સીનને સરકાર વિદેશમાં વેચી રહી હતી. આવું માત્રને માત્ર પોતાની ઈમેજ બનાવવા માટે કરવામાં આવ્યું છે. તા.22 એપ્રિલના રોજ જ્યારે દેશમાં 3.32 લાખ કેસ આવ્યા હતા એ દિવસે પણ કેન્દ્ર સરકારે વિદેશમાં 2 લાખ વેક્સીનની નિકાસ કરી હતી.

દિલ્હીમાં યુવાનોને વેક્સીન મળી રહે એ માટે કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે. તો સામે કેન્દ્ર સરકારે માત્ર 4.5 લાખ વેક્સીન જ ફાળવી. પણ પોતાની ઈમેજ બનાવવા માટે વિદેશમાં 6.5 કરોડ વેક્સીન આપી દીધી. જેનો સીધો અર્થ એ થાય છે કે, કેન્દ્ર સરકાર માટે પોતાના દેશના યુવા વર્ગની કોઈ કિંમત જ નથી.

દિલ્હીમાંથી લોકો વેક્સીનની અપોઈનમેન્ટ માટે 24-24 કલાક સુધી કોમ્પ્યુટર પર આંખો ચોંટાડીને બેઠા છે. જેથી તેઓ વેક્સીનનો ડોઝ લઈને પોતાને સુરક્ષિત કરી શકે. પણ કેન્દ્ર સરકારની ખોટી નીતિઓને કારણે અછત ઊભી થઈ છે. જેટલી વેક્સીનની નિકાસ કરી છે એટલી વેક્સીન દેશમાં રહેતી તો દિલ્હીની તમામ વસ્તીને ત્રણ વખત વેક્સીનેશન કરી શકાયું હોત. વિદેશમાંથી વાહ વાહ મેળવવાના બદલામાં કેન્દ્ર સરકારે પોતાના દેશના લોકોને મરવા માટે છોડી દીધા. આ એક પ્રકારનો ગુનો છે. કેન્દ્ર સરકાર પોતાના લોકોની જીવની કિંમત પર કોરોના મેનેજમેન્ટ કરવાના બદલે ઈમેજ મેનેજમેન્ટ કરી રહી હતી. જે સમયે અમે કેન્દ્ર સરકાર પાસે 18થી 45 વર્ષના લોકો માટે રસી માગી રહ્યા હતા. એ સમયે કેન્દ્ર સરકાર વિદેશના રાષ્ટ્રમાં વેક્સીન વેચી રહી હતી. કેન્દ્ર સરકારની તરફેણ કરનારા લોકો વેક્સીનના નિકાસ પર સંધીનો હવાલો દેશે. પણ શું અમેરિકા, કેનેડા અથવા યુરોપના દેશે પોતાના લોકોની વેક્સીન અટકાવીને વિદેશમાં નિકાસ કરી છે? આવું માત્ર ભારત જ કરી શકે.

કેન્દ્ર સરકારને અપીલ કરતા તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પષ્ટ થતું વલણ શીખવાની જરૂર છે કે, પહેલા પોતાના દેશના લોકો માટે વેક્સીન પ્રાપ્ય કરાવો. ત્યાર બાદ વિદેશમાં નિકાસ કરો. કેન્દ્ર સરકાર પાસે માગ કરતા કહ્યું કે,દિલ્હી સરકાર માસ વેક્સીનેશન ઝુંબેશ માટે તૈયાર છે. પણ પૂરતા પ્રમાણમાં સપ્લાય મળે તો ત્રણ મહિનામાં તમામ લોકોને સરળતાથી ડોઝ આપી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp