પેટ્રોલનું 14, ડીઝલનું 21 લાખ લીટર વેચાણ ઘટ્યું, CNG ફીટ વાહનોની સંખ્યામાં વધારો

PC: justdial.com

પેટ્રોલ-ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે ત્યારે રાજધાની દિલ્હીમાં એક આખો વર્ગ ઈ વ્હીકલ્સ અને પબ્લિક ટ્રાંસપોર્ટ તરફ વળી રહ્યો છે. આર્થિક રીતે બેવડો માર પડતા અનેક લોકો ઓછા ફ્યુલમાં કામ પતે એવી રીત અપનાવી રહ્યા છે. કોઈ એક જ કંપનીમાં કે કોમ્પ્લેક્સમાં હોવાથી લિફ્ટ શેર કરે છે. તો કોઈ પબ્લિક ટ્રાંસપોર્ટ થકી પોતાની ઓફિસ સુધી પહોંચી રહ્યા છે.

પણ રાજકોટમાં વાહનચાલકો ખાસ કરીને જેની પાસ ફોર વ્હીલ છે તેઓ પેટ્રોલ-ડીઝલમાંથી CNGફ્યૂલમાં સ્વીચ થઈ રહ્યા છે. રાજકોટમાંથી દર મહિને ફોર વ્હીલમાં કીટ ફીટ કરાવનારાઓની સંખ્યા 400 હતી. જે જાન્યુઆરી બાદ વધીને 600 સુધી પહોંચી ગઈ છે. જ્યારે CNGની ડિમાન્ડ ન હતી ત્યારે ફીટર વ્યાપારી પાસે 100 સિલિન્ડરનો સ્ટોક હતો. હવે સિલિન્ડર સ્ક્રેપમાંથી પણ મળતા નથી. જ્યારે ફિટિંગ કરતા વેપારીઓ પાસે પણ સિલિન્ડરનો સ્ટોક નથી. કિટ ફીટ કરાવવા માટે લાંબા સમય સુધી રાહ જોવાનો વારો આવ્યો છે.

એવું રાજકોટના કીટ ફીટરે જણાવ્યું હતું. બીજી તરફ રાજકોટમાં દર મહિને 72 લાખ લીટર પેટ્રોલ વેચાય છે. જે ફેબ્રુઆરીમાં માત્ર 58 લાખ લીટર વેચાયું. ડીઝલ દર મહિને 60 લાખ લીટર વેચાય છે જેનું વેચાણ ઘટનીને ફેબ્રુઆરી મહિનામાં 39 લાખ લીટર થયું. આમ પેટ્રોલના વેચાણમાં 14 લાખ લીટર અને ડીઝલના વેચાણમાં 21 લાખ લીટરનો ઘટાડો થયો. બીજી તરફ CNG ફ્યુલ ગેસના વપરાશમાં 9 ટકાનો સીધો વધારો થયો છે. લોકો પોતાની પ્રીમિયમ તથા નાની કારમાં CNG ફીટ કરાવી રહ્યા છે. કોરોના કાળ બાદ નિયમિત રીતે અપ-ડાઉન કરી રહેલા વર્ગમાં પોતાનું વાહન લઈને જવાનો હેતું વધી રહ્યો છે.

ખાસ કરીને રાજકોટ જેવા શહેરમાં નાની કારની ડીમાન્ડ પણ વધી છે. વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવને કારણે વાહનચાલકો પોતાની કારમાં CNG ફીટ કરાવી રહ્યા છે. બીજી તરફ ઉદયપુર, બેંગ્લોર, જયપુર, ભોપાલ તથા નાસિક જેવા શહેરમાંથી વાહન માટેના આવા સિલિન્ડરની ખરીદી કરવા વાહનચાલકો તથા ગેરેજ માલિકો રાજકોટ આવી રહ્યા છે. આવા સિલિન્ડરના સોદામાં એડવાન્સમાં પેમેન્ટ કરવું પડે છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધતા CNG કીટ ફિટ કરાવનારાની સંખ્યા વધી રહી છે. પેટ્રોલ ડીઝલ ડીલર એસ.ના પ્રમુખ ગોપાલભાઈ ચુડાસમાએ કહ્યું કે, CNG ગેસના ભાવ પણ વધ્યા છે. ફેબ્રુઆરીમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બીજી તરફ RTOના પ્રતીક લાઠિયા કહે છે કે, ફીટરમેન હોય એને BS6ના નિયમ અનુસાર પાસિંગ મેળવવાનું હોય છે.પણ હાલમાં ઉપરથી એવી કોઈ મંજૂરી મળી નથી. બે મહિના પહેા 250 વાહનચાલકોએ ગેસ કીટ ફીટ કરાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp