ગાયોની વચ્ચે કોવિડની સારવાર વિનામૂલ્યે, જાણો કઇ દવાઓ વપરાય છે?

PC: deccanherald.com

ઉત્તર ગુજરાતમાં એક એવું કોવિડ સેન્ટર ખોલવામાં આવ્યું છે કે જેમાં પંચગવ્યથી કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ સેન્ટર ડીસા પાસેના નાનકડા ગામ ટેટોડામાં આવેલું છે. આ સેન્ટરમાં કોરોના પોઝિટીવ દર્દીને દાખલ કરી તેમને વિનામૂલ્યે સારવાર અપાઇ રહી છે. આખા દેશમાં આ પહેલું સેન્ટર હશે કે જે ગૌશાળામાં શરૂ થયું છે.

પંચગવ્ય એટલે કે ગાયથી પ્રાપ્ત થયેલા ગવ્ય જેમાં ગૌમૂત્ર, ઘી, દૂધ, દહીં અને આયુર્વેદિક ઔષધિથી તૈયાર થાય છે. સામાન્ય રીતે દવા દૂધ અને ગૌમૂત્રથી તૈયાર થાય છે. ગૌશાળાના ટ્રસ્ટી મોહન જાધવ કહે છે કે કોરોનાનો પોઝિટીવ રિપોર્ટ આવ્યા પછી અહીંયા દર્દીને દાખલ કરવામાં આવે છે. આ સેન્ટર 5મી મે ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને તેમાં હાલ આઠ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

આ સેન્ટરમાં ગૌશાળાના ટ્રસ્ટીએ દર્દીઓ માટે 50 બેડ તૈયાર કરાવ્યા છે જેમાં એક આયુર્વેદિક, એક એલોપથી ડોક્ટર સાથે પાંચ નર્સ છે. કોવિડ કેર સેન્ટરમાં ગરમી ન લાગે તે માટે કેર સેન્ટરની આજુબાજુ ઘાસ લગાવવામાં આવ્યું છે. કોરોના સંક્રમણ રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં ફેલાયું છે ત્યારે આ પ્રકારના કેર સેન્ટરથી દર્દીઓને સુવિધા મળી રહી હોવાનું ગૌશાળાના સંચાલકો જણાવે છે.

આ ગૌશાળામાં 5000 જેટલી ગાયો છે. આ ગાયોની વચ્ચે કોરોના કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે જેથી દર્દીઓને ગાયોના સાનિધ્યમાં રહેવા મળે છે. કોરોના દર્દીઓને કોવિડ સેન્ટરમાં પૂજા, ઉપાસના, ગોધૃત, ગુગળ અને હવન સામગ્રીથી પ્રતિદિન યજ્ઞ અને ધૂપનો લહાવો પણ મળે છે. દાખલ થયેલા દર્દીને ગાયના દૂધમાંથી બનેલું અને ઇમ્યુનિટી આપતું ચવ્વનપ્રાશ પણ આપવામાં આવે છે.

કોરોના સંક્રમણના સમયમાં ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયા પેકેજ ચાલે છે ત્યારે ગૌશાળામાં ઉભા કરવામાં આવેલા કેર સેન્ટરમાં દર્દીને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. માઇલ્ડ લક્ષણો ધરાવતા દર્દીને ખાનગી હોસ્પિટલમાં દોઢ થી અઢી લાખનો ખર્ચ થાય છે જ્યારે આ સેન્ટરમાં દર્દી પાસેથી ભોજન અને નાસ્તાના પણ પૈસા લેવામાં આવતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp