નવીનીકરણીય ઉર્જા સહકાર અંગે ભારત અને ફ્રાન્સ વચ્ચે થયા MoU

PC: financialtribune.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે નવીનીકરણીય ઉર્જા સહકારના ક્ષેત્રમાં ભારત અને ફ્રાંસ વચ્ચે સમજૂતી પત્ર (MoU) પર હસ્તાક્ષર અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2021માં MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. MoUનો ઉદ્દેશ પરસ્પર લાભ, સમાનતા અને પારસ્પરિકતાના આધારે નવી અને નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહકારને પ્રોત્સાહન આપવાનો આધાર સ્થાપિત કરવાનો છે. તે સૌર, પવન, હાઇડ્રોજન અને બાયોમાસ ઉર્જાને લગતી તકનીકીઓને આવરી લે છે.

વૈજ્ઞાનિક અને તકનીકી કર્મચારીઓની આપલે અને તાલીમ;

વૈજ્ઞાનિક અને તકનીકી માહિતી અને ડેટાની આપલે;

વર્કશોપ અને સેમિનારનું સંગઠન; સાધનો, અનુભવ અને તકનીકીનું સ્થાનાંતરણ;

સંયુક્ત સંશોધન અને તકનીકી પ્રોજેક્ટ્સનો વિકાસ.

આ MoU નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં તકનીકી જાણકારીના વિકાસમાં મદદ કરશે અને આવી રીતે 2030 સુધીમાં સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતાના 450 GW મહત્વાકાંક્ષી લક્ષ્યને પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં મદદ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp