યુવકે CMને કહ્યુ-મારી GFના લગ્ન છે, ગાઇડલાઇન બહાર પાડી બધા લગ્ન પર રોક લગાવો

PC: facebook.com

કોરોનાની બીજી લહેરથી દેશના તમામ રાજ્યો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ બીજી વેવમાં માત્ર શહેરો જ નહીં પરંતુ ગામડા પણ શિકાર બની રહ્યા છે. દેશમાં રોજના 4 લાખથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે અને તેવામાં વિવિધ રાજ્ય સરકારો દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે અથવા તો અમુક પ્રતિબંધ સાથે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. તેવામાં રાજસ્થાનની ગહલોત સરકારે થોડા દિવસો પહેલા લોકોને પોતાના ઘરમાં લગ્ન હોય તો તેને હાલ પૂરતા કેન્સલ કરવાનું જણાવ્યું હતું. ઘણા બધા શહેરોમાં ઘણી સીમિત સંખ્યામાં લોકોને લગ્ન કરવાની પરવાનગી આપવામાં આવી છે.

कोरोना की इस भयावह दूसरी वेव के दौरान जिन लोगों की शादियां हैं उनसे अपील है कि फिलहाल अपनी शादी टाल दें। अभी शादी में...

Posted by Ashok Gehlot on Friday, April 30, 2021

રાજસ્થાનમાં પણ કોરોનાના કેસોનો આંકડો સતત વધી રહેલો જોવા મળી રહ્યો છે. તેવામાં ગહલોત સરકારે 5 થી 15 મે સુધી રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. આ પહેલા 1 મેના રોજ તેમણે લોકોને પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટમાં અપીલ કરી હતી કે જેમના ઘરમાં લગ્ન છે તેને ટાળી દે. તો જ કોરોનાના સંક્રમણની ચેઈન તોડવામાં સફળતા મળશે. આ પોસ્ટને શેર થતાની સાથે જ 30 હજાર લાઈક મળી ગયા હતા. પોસ્ટને 1400થી વધુ વખત શેર કરવામાં આવી હતી. સાથે જ આ પોસ્ટમાં દોઢ હજારથી વધુ કોમેન્ટ પણ આવી ગઈ હતી. જેમાં 4 મેના રોજ એક યુવાનની કોમેન્ટ આવી છે જેનો સ્ક્રીન શોટ જોત જોતામાં વાયરલ થઈ રહ્યો છે. આ કોમેન્ટ અંકુર દૌરવાલ નામના ફેસબુક યુઝરે કરી છે.

જેમાં તેણે લખ્યું છે- ગહલોતજી તમે જ લગ્ન પર રોક લગાવી દો. કાલે મારી ગર્લફ્રેન્ડના લગ્ન છે તો તે લગ્ન પણ કેન્સલ થઈ જશે. તમે એક કામ કરો આજે રાતે જ ગાઈજલાઈન નક્કી કરી લો જેથી 5 મેના જે લગ્ન છે તે બધા કેન્સલ થઈ જાય. અશોકજી પ્લીઝ.. જ્યારે આ સ્ક્રીન શોટ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો તો આશરે ચાર કલાક પછી અંકુર દૌરેવાલે આ કોમેન્ટને ડિલીટ કરી દીધી હતી. જોકે આ કોમેન્ટના સ્ક્રીન શોટ હજુ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આખરે આ આખો કિસ્સો શું છે તે જાણવા માટે અંકુરનો કોન્ટેક્ટ કરવામાં આવતો તો તેણે જે કહ્યું તે અને આ કોમેન્ટ પાછળની સ્ટોરી કંઈક અલગ જ છે. અસલમાં અંકુરનો ફોન તેના મોહિત નામના મિત્ર પાસે હતો અને તેણે તેના અકાઉન્ટમાંથી આ કોમેન્ટ કરી હતી અને અંકુરને કંઈ ખબર પડે તે પહેલા આ કોમેન્ટ ઘણી વાયરલ થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp