ચીનમાં એક વ્યક્તિએ શોકેસ કર્યા મહિલાઓના ચોરી કરેલા અન્ડર ગારમેન્ટ્સ, થઈ ધરપકડ

PC: stock.adobe.com

ચીનમાં એક આર્ટિસ્ટે પોતાની અજીબોગરીબ હરકતને લીધે ચર્ચાનું કારણ બનવાની સાથે જેલની હવા પણ ખાવાનો વારો આવ્યો છે. આ વ્યક્તિએ આર્ટના નામ પર એક પ્રદર્શનમાં મહિલાઓના 197 જેટલા અન્ડર ગારમેન્ટ્સને શોકેસ કર્યા હતા. બેઈજિંગના રહેનારા જ્હાંગ મિંગશીનની આ હરકત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ અને આ મામલામાં પોલીસે આર્ટિસ્ટની ધરપકડ કરી લીધી છે. બેઈજિંગ ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે, ચીનમાં દર વર્ષે સિગ્નેચર આર્ટ નામની એક પ્રતિયોગિતા આયોજિત કરવામાં આવે છે.

બ્રિટનના એક આર્ટ પ્રતિયોગિતાથી પ્રેરિતા આ સ્પર્ધા 2006થી આયોજિત કરવામાં આવી રહી છે. આ પ્રતિયોગિતાનો હેતુ આર્ટની દુનિયાના બહેતરીન લોકોને નામ અને સન્માન આપવાનો છે. જ્હાંગના આર્ટપીસનું નામ 197 હતું. તેણે દાવો કર્યો કે છેલ્લા બે વર્ષોથી તેણે મહિલાઓના અન્ડર ગારમેન્ટ્સને ભેગા કર્યા છે. તેની સાથે જ એક 47 સેકન્ડ્સનો વીડિયો પણ સામેલ છે જેમાં  જ્હાંગ આ કપડાંને ઓર્ગેનાઈઝ કરતો જોવા મળી રહ્યો છે.

જ્હાંગે કહ્યું છે કે તેને આ આર્ટપીસની પ્રેરણા ચાર વર્ષ પહેલા મળી હતી. આ વિવાદિત આર્ટિસ્ટે કહ્યું કે અસલમાં તેની ગર્લ ફ્રેન્ડના અન્ડર ગારમેન્ટ્સ કોઈએ ચોરી કરી લીધા હતા. તેના પછી આ આર્ટિસ્ટે પોતે અન્ડર ગારમેન્ટ્સ ચોર બનવાનું નક્કી કર્યું હતું અને જ્હાંગે કહ્યું કે તે ઘણી મહિલાઓના અન્ડર ગારમેન્ટ્સ તેમની બાલ્કનીમાંથી ચોરી કરી લેતો હતો. જોકે હવે સિગ્નેચર આર્ટ પ્રાઈઝે 197 નામના આ આર્ટપીસને પોતાની વેબસાઈટ પર નાખ્યું તો બબાલ થઈ ગઈ છે. એક વ્યક્તિએ આ આર્ટિપીસને લઈને ચીનની સોશિયલ મીડિયા વેબસાઈટ વાઈબુ પર તીખી પ્રતિક્રિયા આપી છે. તેના પછીથી જ જ્હાંગ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે અને ઘણા લોકોએ તેની ધરપકડ કરવાની માંગણી કરી હતી.

એક મહિલાએ આ મુદ્દા પર લખ્યું કે તે એક વાહિયાત વ્યક્તિ છે. મહિલાઓના અન્ડર ગારમેન્ટ્સ ચોરી કરવી એક ગુનો છે અને આર્ટના નામ પર આ વ્યક્તિ અપરાધ કરી રહ્યો છે. અરેસ્ટ થવા પછી આ વ્યક્તિના તેવર બદલાઈ ગયા હતા. બેઈજિંગ પોલીસે કહ્યું કે તેની સાથે કડકાઈથી પૂછપરછ કરવામાં આવતા તેણે કહ્યું કે આ બધા ગારમેન્ટ્સ તેણે ચોરી નથી કર્યા પરંતુ ખરીદ્યા છે. આ પહેલા પણ ઘણી વખત જ્હાંગ તેની હરકતોને લીધે ચર્ચામાં રહ્યો છે. તેણે એક શોર્ટ ફિલ્મ પણ બનાવી હતી, જેમાં તેણે કહ્યું હતું કે તેના દિમાગમાં ઘણા એવા આઈડિયા છે જેને તે કરવા ઈચ્છે છે પરંતુ સમાજ તે કરવાની છૂટ આપતો નથી. તેણે એ પણ કહ્યું હતું કે તે કેટલાંક લોકોને મારવા માંગે છે અને બેંક લૂટવા માંગે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp