4 મેગાવોટના સ્મોલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેક્ટમાં 20 પૈસાનો દર અપાશે: CM

PC: facebook.com/vijayrupanibjp

ગુજરાત સરકારે રીલિઝ કરેલી પ્રેસ રીલિઝ મુજબ CM વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતના સર્વાંગી વિકાસમાં ક્લિન એન્ડ ગ્રિન એનર્જી મહત્ત્વનું પરિબળ પૂરવાર થશે એટલા માટે જ આપણે સોલાર ઊર્જાને પ્રાધાન્ય આપી રહ્યાં છીએ. સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેક્ટ અંતર્ગત લોકો ઘર આંગણે જ ઊર્જા ઉત્પન્ન કરી શકશે જેના પરિણામે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લોસ ઓછો થશે અને ગુણવત્તાયુક્ત વીજળી મળશે અને રોજગારી પણ મળશે તેમ તેમણે ઉમેર્યું હતુ.

CM વિધાનસભા ગૃહની પ્રશ્નોતરી દરમિયાન અબડાસાના ધારાસભ્યએ કચ્છ જિલ્લામાં સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેક્ટ યોજના અંગેની અરજીઓના સંદર્ભમાં ઉપસ્થિત કરેલા પ્રશ્નના ઉત્તરમાં સહભાગી થયા હતા. તેમણે ઉમેર્યું કે, સોલાર ઊર્જા માટે ગુજરાતે ઈનિશિયેટિવ લીધું છે અને કચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા 30 હજાર મેગાવોટ પાર્કનું ભૂમિપૂજન કર્યું છે જે દરરોજ 30 હજાર મેગાવોટ ઉત્પન્ન કરશે. સોલાર ઊર્જા ઉત્પાદનથી આપણે હવે થર્મલમાંથી બહાર નીકળી સૌરઊર્જા ક્ષેત્રે આગળ વધીશું. રાજ્યમાં 4 મેગાવોટના સ્મોલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેક્ટમાં 20 પૈસાનો દર અપાશે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં 12,404 અરજીઓ આવી છે જેના પરિણામે 9 હજાર મેગાવોટ સૌરઊર્જા ઉત્પન્ન થશે.

કચ્છ જિલ્લામાં સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેક્ટના પ્રશ્નના આ ઉત્તરમાં ઊર્જામંત્રી સૌરભ પટેલે વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે દુનિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતૃત્વ લીધું છે અને CM વિજય રૂપાણી પણ એને આગળ વધારી રહ્યાં છે. આ નાના સોલાર પ્રોજેક્ટ જયાં વીજ વપરાશ હશે ત્યાં જ વીજ ઉત્પાદન થશે જેના કારણે ટેકનિકલ લોસ ઓછો થશે અને ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ખર્ચ બચશે અને જે વીજ ઉત્પાદન થશે એનાથી લોકો વધારાની વીજળી વેચી રોજગારી પણ મેળવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp