નાસિકની હોસ્પિટલમાં ઓકસીજનનો સપ્લાય અટકી જતા વેન્ટીલેટર પર રહેલા 22 દર્દીના મોત

PC: indiatoday.in

મહારાષ્ટ્રના નાસિકમાં બુધવારે જે ઘટના બની છે તે હચમચાવી નાંખે તેવી છે.મહારાષ્ટ્રના નાસિકમાં આવેલી એક હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય અટકી જવાને કારણે 22 દર્દીના મોત થયા હોવાની ઘટનાએ હડકંપ મચાવી દીધો છે. ઓકસીજન ટેંક લિંક થવાને કારણે સપ્લાય રોકી દેવામાં આવ્યો હતો. આ દર્દનાક ઘટનાના દેશભરમાં ભારે પડઘા પડયા છે. એક તરફ ઓકસીજનની અછતની આખા દેશમાં બુમરાણ ચાલી રહી છે અને બીજી તરફ હોસ્પિટલમાં દાખલ 22 દર્દીઓ ગંભીર બેદકકારીના શિકાર થઇ ગયા છે.

નાસિકમાં આવેલી જાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન ટેંક લીંક થઇ હતી તેનું રિપેરીંગ કામ કરવા માટે ઓકસિજનનો સપ્લાય અટકાવી દેવામાં આવ્યો હતો જેને કારણે વેન્ટીલેટર પર રહેલાં કુલ 23માંથી 22 દર્દીઓના મોત થયા હતા.

નાસિકના તંત્રએ કહ્યું હતું કે હોસ્પિટલમાં ઓકિસજન ટેંકમાં લિકેજને કારણે ઓકસીજન સપ્લાય અટકાવી દેવામાં આવ્યો હતો જેને કારણે જે દર્દીઓ વેન્ટીલેટર પર હતા તેમના મોત થાય છે. હવે તંત્ર દ્રારા લીકેજની તપાસ કમિટી બનાવવામાં આવી રહી છે. આ ઘટના બની ત્યારે હોસ્પિટલમાં 171 દર્દીઓ હાજર હતા. દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફટ કરવામાં આવી રહ્યા છે.

મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે ઓક્સિજન લીક થવાની ઘટના પછી દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફટ કરવામાં આવી રહ્યા છે જો કે લિકેજ હવે કંટ્રોલમાં આવી ગયું છે

દેશમાં કોરોનાનું સંક્રમણ વધવાને કારણે મેડિકલ ઓકસીજનની ભારે  ખેંચ ઉભી થયેલી છે. મહારાષ્ટ્ર સહિત અનેક રાજયોમાં ઓક્સિજન મુશ્કેલીથી મળી રહ્યું છે. જેને કારણે હોસ્પિટલોમાં ઓકસીજનની અછત વર્તાઇ રહી છે.

ભારત સરકાર તરપથી રાજય સરકારોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે દરેકને જલ્દીમાં જલ્દી ઓકસીજન પુરો પાડવામાં આવશે.  થોડા દિવસ પહેલાં જ મહારાષ્ટ્રથી વિશાખા પટ્ટનમ માટે ઓકસીજન એકસપ્રેસ રવાના કરવામાં આવી હતી. જે વિશાખાપટ્ટનમથી ઓકસીજન લાવવાનું કામ કરશે.

અહીં એ મોટો સવાલ ઉભો થાય છે કે  ઓક્સિજન લીક રોકવાને કારણે વેન્ટીલેટર પર સારવાર લઇ રહેલા દર્દીઓના માથે મોતનું જોખમ ઉભું થશે એટલી હોસ્પિટલના સંચાલકોની બુધ્ધિ નહીં ચાલી. લીંક રિપેર કરવું કદાચ પ્રાયોરીટી હોય શકે છે, પરંતું વેન્ટીલેટરના દર્દીઓને ઓકસીજન મળતું રહે એવી કોઇ પણ વ્યવસ્થા હોસ્પિટલે કેમ ના ગોઠવી? હોસ્પિટલની ગંભીર બેદરકારીને કારણે 10 લોકોના મોત માટે કોણ જવાબદાર? તપાસ સમિતિ બેસશે. રિપોર્ટ આવશે, સરકાર પગલાં ભરવાનું આશ્વાસન આપશે, પછી બધું ઠેરનું ઠેર થઇ જશે, પણ એ નિર્દોષ 10 પરિવારજનોનું શું વાંક જેમણે પોતાના સ્વજન ગુમાવવાનો વારો આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp