દીકરાની થઈ રહેલી ટીકા પર સચિન તેંદુલકરે તોડ્યું મૌન, કહ્યુ- અર્જૂન બેટા..

PC: zeenews.india.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021મા મહાન બેટ્સમેન સચિન તેંદુલકરના પુત્ર અર્જૂન તેંદુલકરે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો નજરે પડશે. અર્જૂન તેંદુલકરને હાલમાં જ IPL હરાજીમાં મુંબઈ ઇન્ડિયન્સે તેની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે IPL ઓક્શનમાં અર્જૂન તેંદુલકરને ખરીદ્યો ત્યારે ટીમના નિર્ણયને કેટલાક ફેન્સે સોશિયલ મીડિયા પર નેપોટિઝ્મની તલવાર પકડીને ખૂબ જ નિંદા કરી હતી,  પરંતુ હવે તેના પિતા સચિન તેંદુલકરે પોતાના પુત્રની નિંદા પર મૌન તોડતા ખૂલીને વાત કરી છે.

સચિન તેંદુલકરે સ્પોર્ટ્સ તક સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, ‘હું એક પિતા છું અને અર્જૂન મારો દીકરો છે. અમારી વચ્ચે એકદમ એવો જ સંબંધ છે જેમ એક સામાન્ય પિતા-પુત્ર વચ્ચે હોય છે. ક્રિકેટ રમવી તેનું (અર્જૂન) સપનું છે. મને યાદ છે કે જ્યારે હું નાનો હતો તો મારા પિતાજીએ મને મારા સપનાઓ પાછળ ભાગવા માટે કહ્યું હતું અને હું પણ અર્જૂનને એજ કહું છું. હું એક બેટ્સમેન હતો અને ક્યારેક ક્યારેક બોલિંગ કરી શકતો હતો અને અર્જૂન એક ફાસ્ટ બોલર છે જે બેટિંગ કરી શકે છે.

તેમણે આગળ કહ્યું કે તે બેટિંગ કરી શકે છે એટલે મને નથી લાગતું કે કોઈ પણ તુલના કરવામાં આવવી જોઈએ. હું જાણું છું કે અર્જૂને ખૂબ મહેનત કરી છે અને તેની પોતાની ઓળખ હોવી જોઈએ. મને અર્જૂનનો પિતા હોવાનો ગર્વ છે અને તે પોતાના જીવનમાં આવનારા દરેક ચેલેન્જ માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે મહાન ક્રિકેટરોમાંથી એક સચિન તેંદુલકરે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા બાદ વર્ષ 2013મા સંન્યાસ લીધો હતો અને હવે આખી દુનિયાની નજરો બીજા તેંદુલકર એટલે કે અર્જૂન તેંદુલકર પર હશે કે તે IPLમા કેવું પ્રદર્શન કરે છે.

મુંબઈ ઇન્ડિયન્સના હેડ કોચ જયવર્ધનેએ કહ્યું હતું કે અર્જૂનને ખરીદવાનો નિર્ણય તેની કાબેલિયત જોઈને કર્યો છે. મહેલા જયવર્ધનેએ વીડિયો કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘સચિન તેંદુલકરનો પુત્ર હોવાના કારણે અર્જૂન પર સારા પ્રદર્શન માટે દબાવ રહેશે, પરંતુ ભાગ્યવશ તે બોલર છે, બેટ્સમેન નહીં. અર્જૂનન કાબેલિયતના બદલામાં તેને ટીમમાં સામેલ કરવા આવ્યો છે. આપણે તેને સમય આપવો પડશે અને આશા છે કે અર્જૂન પર દબાવ નહીં નાખવામાં આવે. તેને પોતાના કામ પર ધ્યાન કરવા દો.

તો એક્ટર ફરહાન અખ્તરે પણ અર્જૂન તેંદુલકરનો બચાવ કર્યો હતો. ફરહાન અખ્તરે ટ્વીટ કરીને લખ્યું કે, ‘મને લાગે છે કે અર્જૂન તેંદુલકરની બાબતે વાત કરવી જોઈએ. અમે મોટાભાગે એક જ જિમમાં મળીએ છીએ અને મેં જોયું છે કે તે પોતાની ફિટનેસ પર કેટલી મહેનત કરે છે. તેનું ધ્યાન સારો ક્રિકેટર બનવા પર છે. તે માટે નેપોટીઝ્મ શબ્દનો ઉપયોગ કરવો ઉચિત નથી અને ક્રૂર છે. શરૂ થયા પહેલા તેના ઉત્સાહને ન મારો.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp