26th January selfie contest

ભાજપની જીત પછી જાણો શું કહ્યું સી.આર.પાટીલે, AAPની જીત વિશે પણ બોલ્યા

PC: facebook.com

ગુજરાતમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઇ છે. તમામ જગ્યાઓ પર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જનતાનો આભાર માન્યો હતો. સાથે જ તેમણે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રીને લઇને પણ તેમણે નિવેદન આપ્યું હતું.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ સત્તા દ્વારા શાસન કરીને જે રીતે લોકોની સેવા કરી છે તેના કારણે વડોદરા અને ગુજરાતના લોકોને જે વિશ્વાસ જીત્યો છે તે આજે મતમાં પરિવર્તિત થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ, મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાહેબે અનેક યોજનાઓ દ્વારા લોકોને મદદ થાય તે પ્રકારેના કામ કર્યા છે. તેના કારણે મતદાન વધ્યું છે. ભાજપના કાર્યકર્તાઓએ પેજ કમિટી દ્વારા જે પ્લાન ઘડ્યો તેનું પરિણામ પણ આજે દેખાયું છે. હું સૌ મતદાર ભાઈ બહેનોનો ખૂબ આભાર માનું છું અને સાથે તમામ કાર્યકર્તા ભાઈ અને બહેનોનો આભાર માનું છું કે, ટિકિટ મળી કે ન મળી તેની ચિંતા કર્યા વગર જે કમળનું નિશાન લઇને આવ્યા તેના માટે દિલથી કામ કર્યું અને ભવ્ય જીત હાસલ કરી છે. ગુજરાત કોંગ્રેસ મુક્ત ગુજરાત તરફ આગળ વધી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે.

આમ આદમી પાર્ટી બાબતે તેમણે જણાવ્યું હતું કે, ખૂબ ખોટા વચનો કે, ખોટા લાભ આપવાની વાત લાંબો ટાઈમ ચાલતી નથી. જે મતદાર ભાઈઓએ વિશ્વાસ કર્યો છે તેમને કદાચ નિરાશ થવું પડશે.

ઉલ્લેખનીય છે કે, સુરત સી.આર. પાટીલનું હોમ ટાઉન છે. સી.આર. પાટીલના હોમ ટાઉનમાં ભલે કોંગ્રેસનો સાવ સફાયો થઇ ગયો હોય પણ આમ આદમી પાર્ટીનું કદ વધ્યું છે. ગુજરાતમાં પહેલી વાર સુરતમાં આમ આદમી પાર્ટીને 20 કરતા વધારે સીટો મળી છે. સુરતના લોકોએ વિપક્ષ તરીકે કોંગ્રેસને નહીં પણ આમ આદમી પાર્ટીને મોકો આપ્યો છે. સુરતમાં આમ આદમી પાર્ટી વિપક્ષમાં બેસતા કાર્યકર્તાઓમાં ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કાર્યકર્તા અને ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા.

મનિષ સિસોદિયાનું નિવેદન...

દિલ્હીના આમ આદમી પાર્ટીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, હું પહેલા ગુજરાતના લોકોને અને ગુજરાતના મતદાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગુ છું કે, હવે તેમને કોંગ્રેસની જગ્યા પર આમ આદમી પાર્ટીની પાસેથી અપેક્ષા રાખવાનું શરૂ કર્યું છે. જે રીતે સુરતમાં 28 સીટ પર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે તે મોટો સંકેત છે કે, ગુજરાત પણ બાકી અન્ય નગરપાલિકાઓમાં પણ લોકો આમ આદમી પાર્ટી પર ભરોષો કરશે. લોકોને ભાજપ પર વિશ્વાસ નથી અને કોંગ્રેસ પસંદ નથી તેથી આમ આદમી પર વિશ્વાસ કરશે. આનું કારણ એ છે કે, અમારા કાર્યકર્તા અને ગોપાલ ઈટાલીયાએ કરેલા કાર્યના કારણે ગુજરાતના મતદાતાઓએ તેમના નામ પર મહોર લગાવી છે. અમારું ગુજરાતમાં ખાતું ખુલ્યું છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે, ગુજરાતના લોકો બદલાવની રાહ જોઈ રહ્યા છે અને કામ કરીશું તો ગુજરાતના લોકો આમ આદમી પાર્ટીને અપનાવશે.

મનીષ સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપથી જે લોકો નારાજ હતા તેઓ ભાજપને હરાવવા માગતા હતા પણ તેમની પાસે અત્યાર સુધીમાં કોઈ વિકલ્પ નહોતો. કોંગ્રેસ સરકારની સામે સરખી રીતે લડતી નહોતી. એટલે હું ખૂદ રોડ-શોમાં ગયો. લોકોએ મને કહ્યું હતું કે, કોંગ્રેસે ક્યારેય આવી રાજનીતિ કરી નથી જે રીતે તમે લોકોના મુદ્દાઓને ઉપાડો છે તે રીતે. આમ આદમી પાર્ટી આ કામ કરી રહી છે. અમારી ટીમ ગુજરાતમાં વધી રહી છે. એટલે આગામી દિવસોમાં જે પણ લોકો ભાજપના હરાવવા માગે છે તેઓ અમારી સાથે આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp