રાજકોટઃ ઉજવણીના સરઘસમાં એમ્બ્યુલન્સ અટવાઈ, વિજયાનંદમાં કાર્યકર્તાઓ ભાન ભૂલ્યા

PC: news18.com

તા.21મી ફેબ્રુઆરીના મહાનગર પાલિકાની ચૂંટણી માટે થયેલા મતદાનનું પરિણામ આવી રહ્યું છે. શરૂઆતના વલણ પ્રમાણે ભાજપે પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. જ્યારે સુરતમાં આમ આદમી પાર્ટીએ વૉર્ડ નં.4 અને વૉર્ડ નં.16માં આમ આદમી પાર્ટીની જીત થઈ છે. આ દરમિયાન રાજકોટ શહેરમાં સવારના 11.00 વાગ્યા આસપાસ વૉર્ડ નં.7,10, 4, 13 અને 1માં ભાજપ વિજેતા થતા ઉમેદવારો તથા એમના સમર્થકોએ વિજય સરઘસ કાઢ્યા હતા.

વૉર્ડ નં.10 અને 13ના વિજય સરઘસ વચ્ચે એક એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં અટવાઈ ગઈ હતી. પાછળથી એમ્બ્યુલન્સ સાયરન વગાડી રહી હતી. હોર્ન મારી રહી હતી. છતા વચ્ચેથી કોઈ રસ્તો ક્લિયર કરતા ન હતા. થોડા સમય માટે કાર્યકર્તાઓ ભાન ભૂલી ગયા હતા. કાર્યકર્તાઓએ ભાજપવાલા જીત ગયાના નારા લગાવી રહ્યા હતા. વૉર્ડ નં. 7માંથી જંગ બહુમતી મેળવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કશ્યપ શુકલને આ જીત બદલ શુભેચ્છા પાઠવી હતી. કશ્યપ શુકલાએ ભાજપનો ઝંડો ફરકાવીને લોકોને ટ્રાફિક દૂર કરવા માટે કહ્યું હતું. વિજય સરઘસને કારણે શહેરમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. બીજી તરફ શાસ્ત્રી મેદાન નજીક ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. વૉર્ડ નં.13ના કોંગ્રેસના ઉમેદવાર જાગૃતિબેન ડાંગરે કહ્યું હતું કે, અમે પ્રજાના નિર્ણયને સ્વીકારીએ છીએ. પણ એક વાત નક્કી છે કે, ભાજપ સત્તાધારી પક્ષ છે એના દબાણ જ પરિણામો ફર્યા છે. જોકે, આ વિજય સરઘસમાં લોકો કોરોનાની ગાઈડલાઈન્સ ભૂલી ગયા હતા. કોઈએ માસ્ક પહેર્યું ન હતું તો કોઈ સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યું હતું.

મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોર્પોરેશનમાં કમળ ખીલી રહ્યું છે ત્યારે ખાસ વાત એ પણ છે કે, જામનગરમાં બસપાનો વિજય થયો છે. જામનગરના ડે. મેયર કરસન કરમુરે પક્ષ પલટો કર્યો હતો. આ ચૂંટણીમાં એમની હાર થઈ છે. જોકે, જામનગરના વોર્ડ નં. 6 માં ભાજપનો ગઢ તૂટ્યો છે. માયાવતીના પક્ષ બીએસપીના ત્રણ ઉમેદવારનો વિજય થયો છે. વોર્ડ નં.1માં 400 મતથી છેલ્લા રાઉન્ડમાં કોંગ્રેસની લીડ જોવા મળી હતી. જ્યારે જામનગરના વોર્ડ નં. 9 ભાજપ પેનલનો વિજય થયો હતો. રાજકોટમાં વૉર્ડ નં.7ની તમામ રાઉન્ડની મતગણતરી પૂરી થઈ ચૂકી છે. ભાજપના ચારેય ઉમેદવારોની અહીં જીત થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp